24/04/2024

વડોદરામાં કોઈ માર્ગ કે બ્રિજ બંધ કરતા પહેલા વૈકલ્પિક રૂટના દબાણો અગાઉથી દૂર નહિ કરતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા

0

Updated: Mar 1st, 2024


– પીક અવર્સમાં 200 થી 300 જેટલા વાહનોની કતાર વૈકલ્પિક રૂટ પર લાગી જાય છે

વડોદરા,તા.01 માર્ચ 2024,શુક્રવાર

કોઈ કારણોસર કોર્પોરેશનના તંત્ર દ્વારા ચોક્કસ માર્ગ બંધ કરવામાં આવે તો તેના વૈકલ્પિક રૂટ પર ઉભા થયેલા દબાણો અગાઉથી દૂર કરાતા નથી. જેના કારણે વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામના દ્રશ્યો છાશવારે સર્જાતા હોય છે. જેથી અસંખ્ય શહેરીજનોના ઇંધણ અને સમયનો વ્યય થઈ રહ્યો છે.

વડોદરા શહેરમાં વિકાસના કારણે અનેક જગ્યાએ નવીન યોજનાઓ આકાર પામી રહી છે. જે તે જગ્યાએ ચોક્કસ કોઈ કામગીરી કરવાની હોવાથી તેને કારણે તે રૂટ પર અથવા તો તેના માર્ગમાં ચોક્કસ સમય મર્યાદા માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવે છે. આ માર્ગ જ્યારે બંધ કરવામાં આવે છે ત્યારે તંત્ર દ્વારા અગાઉથી તે અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થતું હોય છે અને ચોક્કસ રૂટ બંધ છે તો તેના વૈકલ્પિક કયા રૂટનો ઉપયોગ કરી શકાશે? તેનો પણ નિર્દેશ આપવામાં આવે છે. પરંતુ જ્યારે મુખ્ય રોડ કે બ્રિજ બંધ કરવામાં આવે તે અગાઉ તંત્ર તેના વૈકલ્પિક રૂટ પરથી દબાણ દૂર કરવાની તસ્દી લેતું નથી. જેને કારણે ચોક્કસ સમય મર્યાદામાં જ્યારે લોકો વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરતા હોય છે ત્યારે ત્યાં ખૂબ જ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળતા હોય છે. હાલ શહેરના અનેક રસ્તાઓ છાસવારે બંધ કરવામાં આવ્યા છે પરંતુ તેના વૈકલ્પિક રૂટ પરના દબાણ, બાંધકામનો સામાન, લારીઓ, ગેરેજ તેમજ ભંગાર સહિતનો સામાન મુખ્ય માર્ગ પર પડી રહેલો હોય છે. આ તમામ પરિસ્થિતિના કારણે વૈકલ્પિક રૂટ પર ખૂબ મોટી ટ્રાફિકજામની સમસ્યા ઊભી થાય છે. તંત્રએ, મુખ્ય માર્ગ કે બ્રિજ બંધ કરતાં અગાઉ તેના, વૈકલ્પિક રૂટ પરથી દબાણો દૂર કરવા જોઈએ તે લોકહીતમાં જરૂરી છે. ખાસ કરીને પીકઅપ અવર્સમાં 200થી 300 જેટલા વાહનોની લાંબી કતાર લાગી જાય છે. આ તમામ પરિસ્થિતિ અંગે તંત્ર પણ માહિતગાર હોય છે પરંતુ લોકોને પડનારી હેરાનગતિને ધ્યાને લેવાતી નથી. 

અત્રે એ બાબત નોંધણી એ છે કે, ઘણી વખત કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ હંગામી દબાણો દૂર કરવા એકને એક રૂટ પર જતી હોય છે પરંતુ તેના બદલે બંધ થનારા માર્ગ કે બ્રિજની આજુબાજુના વૈકલ્પિક રૂટ પરના દબાણો સમયસર દૂર થાય તો જ નાગરિકોને રાહત મળે તેમ છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW