24/04/2024

ગુજરાતના આ જિલ્લામાં ઘઉંનો પાક કરતા ખેડૂતો માટે માઠા સમાચાર

0

  • ઘઉં પકવતા ખેડૂતોને માથે ઓઢીને રોવાના દિવસો આવ્યા
  • ઘઉં ઉગી નીકળ્યાં પણ નીચે ડુંડીમાં પ્રથમવાર ઈયળ જોવા મળી
  • સીટફલાઈ નામના રોગનો કારણે ઇયળ આવી છે

અમરેલી જિલ્લામાં ઓણસાલ રવીપાકમાં ઘઉંના પાકનું મબલખ વાવેતર થયા બાદ ઘઉં પકવતા ખેડૂતોને માથે ઓઢીને રોવાના દિવસો આવ્યા છે. જેમાં ઘઉંમાં પ્રથમવાર ઈયળ આવવાની ઘટના ઘટતા અમરેલી જિલ્લાના જગતના તાત ચિંતાતુર બન્યા છે.

ખાંભા ગીરના ભાડ ગામમાં ઘઉંની ખેતી આ વખતે વધુ પડતી થઈ

જિલ્લાના ખાંભા ગીરના ભાડ ગામમાં ઘઉંની ખેતી આ વખતે વધુ પડતી થઈ છે. પણ ઘઉં પકવતા ખેડૂતોને અચાનક ઘઉંની ડુંડીમાં ઈયળોએ પ્રવેશ કરતા ખાતર, બિયારણ, મજૂરી સહિતના ખર્ચ કરીને ઘઉં પણ લીલા છમ લહેરાઈ રહ્યા છે. જેમાં ઘઉંના પાકમાં પ્રથમવાર ઈયળો જોવા મળતા ખેડૂતોની પરસેવાની કમાણી ઘઉંના પાકમાં સમાણી જેવો ઘાટ ઘડાયો છે. ઘઉંનુ વાવેતર કરેલા ખેડૂતો આ વખતે પછતાઈ રહ્યા છે. કારણ કે ઘઉંમાં આવેલ ઈયળોથી લીલોછમ છોડ ઉપરથી સુકાઈ જાય છે અને ખેડૂતોને મોટી નુકસાનીનો ભય સતાવી રહ્યો છે.

ઘઉં ઉગી નીકળ્યાં પણ નીચે ડુંડીમાં પ્રથમવાર ઈયળ જોવા મળી

ખાંભા ગીરના ભાડ ગામના ખેડૂતોએ ઘઉંના વાવેતરમાં 1800 રૂપિયાનું બિયારણ, વાવેતરની મજૂરી, ખાતર સહિતના ખર્ચ કર્યા બાદ ઘઉં ઉગી નીકળ્યાં પણ નીચે ડુંડીમાં પ્રથમવાર ઈયળ જોવા મળતા ખેડૂતો પણ અચરજ અનુભવી રહ્યા છે. ખર્ચ કર્યા બાદ ઘઉંમાં ઈયળો આવતા સરકાર સામે સહાયની માંગ ખેડૂતો કરી રહ્યા છે. ત્યારે અગાઉ ઘઉંમાં ક્યારેય ઈયળ આવવાની ઘટના અમરેલી જિલ્લામાં નથી ઘટી પણ આ વખતે ઘઉંમાં ઈયળો આવી જતા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા 34 હજાર હેક્ટરમાં ઘઉંના વાવેતરમાં આ વખતે સીટફલાઈ નામના રોગને કારણે ઈયળો આવી છે. જે પાછોતરા વાવેતરને કારણે આવી હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી જે.કે. કાનાણીએ જણાવી રહ્યા છે.

અમરેલી જિલ્લાના ખેડૂતોની કફોડી સ્થિતિ સર્જાઈ છે

અમરેલી જિલ્લામાં બાબરા, બગસરા, ખાંભા સહિતના તાલુકા મથકો પર ઘઉંમાં ઈયળો આવવાની ઘટના ઘટી છે. વૈજ્ઞાનિકો દ્વારા ઘઉંમાં તપાસ કરી છે અને સીટફલાઈ નામના રોગનું મુખ્ય કારણ પાછોતરું વાવેતરનું ખેતીવાડી વિભાગ જણાવે છે પણ અખાત્રર વાવેતરમાં પણ ઈયળો આવવાની ઘટના ખેડૂતો કહી રહ્યા છે. ત્યારે અગાઉ કમોસમી વરસાદ વેરી બન્યા બાદ ઘઉંમાં ઈયળો આવતા અમરેલી જિલ્લાના ખેડૂતોની કફોડી સ્થિતિ સર્જાઈ છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW