24/04/2024

વડોદરા: મહાઠગ બિલ્ડર જયેશ પટેલે કંપની સંચાલકે ખરીદેલો ફ્લેટ અન્યને વેચી માર્યો

0

Updated: Feb 16th, 2024

Image Source: Freepik

વડોદરા, તા. 16 ફેબ્રુઆરી 2024 શુક્રવાર

વડોદરા મકરપુરામાં કંપની ધરાવતા માલિકે ભાયલી સ્થિત સ્ટાર શેલ ટાવર નામની સાઇટમાં ફ્લેટ ખરીદ કર્યો હતો તેની પુરેપુરી રકમ 40 લાખ ચૂકવી દીધા હતા. તેમ છતાં મહાઠગ બિલ્ડર જયેશ પટેલ સહિત બે જણાએ ફ્લેટનો વેચાણ દસ્તાવેજ અન્ય વ્યક્તિને કરી આપી છેતરપિંડી આચરી હતી. બિલ્ડરને ચૂકવેલા રૂપિયા પરત આપવા કહેવા છતાં આપતો ન હોય કંપની સંચાલકે જયેશ પટેલ સહિત બે જણા સામે ઠગાઇની ફરિયાદ નોંધાવી છે. 

શહેરના ઓપી રોડ પર અક્ષરચોક પાસેની વ્રજધામ સોસાયટીમાં રહેતા જીતેન્દ્રભાઈ હિરાલાલ ગાંધી (ઉં.વ.80)એ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મારી મકરપુરા જી.આઈ.ડી.સી મા ચંપા પ્યુરી કેમ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેકટરી ધરાવે છે. વર્ષ 2010માં મારે એક નવો ફ્લેટ ખરીદવાનો હોય અને સત્યા ડેવલોપર્સ પેઢીના ભાગીદાર જયેશભાઈ નટવરભાઇ પટેલ તથા અતીક ભીનેશ દેસાઈસ્ટાર સેલ ટાવર નામની ભાયલી ખાતે સાઈટ ચાલતી હતી. તેમાં મારા ઓળખીતા જયેશભાઇ નટવરભાઇ પટેલની સત્યા ડેવલોપર્સ નામની ભાગીધારી પેઢીની સ્ટાર શેલ ટાવર નામની સ્કીમનું બાંધકામ ચાલતુ હતુ અને તે સ્કીમમાં મે ફ્લેટ વેચાતો લેવાનું નક્કી કર્યું હતુ અને ફ્લેટના બુકીંગ ટોકન પેટે બે લાખ ચેકથી સત્યા ડેવલોપર્સના નામ ઉપર આપ્યો હતો. ત્યારે દિવશે જયેશભાઈ નટવરભાઈ પટેલ ફ્લેટનો એલોટમેન્ટ લેટર આપી જયેશભાઇ પટેલના કહ્યા ચેક તથા રોકડેથી 40 લાખ ચૂકવી દીધા હતા. ફ્લેટના અવાર નવાર ફ્લેટનો દસ્તાવેજ કરવા કહેતા જયેશ પટેલએ મને ફ્લેટનું બાંધકામ પુર્ણ થયેથી દસ્તાવેજ કરી આપવાનુ જણાવ્યું હતું. બાદમાં મને જાણ થઇ હતી કે જયેશ પટેલએ ફ્લેટનો દસ્તાવેજ પુનમ કિશોર ધોંગાણીને આપ્યો છે. જેથી મે જયેશભાઈ પટેલને  પુછતા તેઓએ પુનમબેન કિશોર ધોગાણી ને પૈસા આપી દસ્તાવેજ કેન્સલ કરાવી મને ફ્લેટનો દસ્તાવેજ કરી આપેશે. ત્યારબાદ આ અતીક દેસાઈએ કોર્ટમા ફ્લેટનો કબજો મેળવવા અને પુનમ ઘોંગાણીનો દસ્તાવેજ કેન્સલ કરાવવા જયેશ પટેલ તથા તેની પત્નિ પલ્લવી પટેલ તથા પુનમ ધોંગાણી વિરૂધ્ધમાં દાવો દાખલ કર્યો હતો.  જે દાવામા ફ્લેટ પેટે અમોએ રૂપિયા આપ્યા હોવા છતા મને પ્રતિવાદી તરીકે ના રાખતા મારા દ્વારા અવાર-નવાર અતીક દેસાઇને અમોને પ્રતિવાદી તરીકે  રાખવા કહેતા તેઓએ રાખતા ન હતા. જેથી મે તેમની પાસેથી ચૂકવેલા 40 લાખ ચૂકવી દીધા હોવા છતાં પરત કરી કરી છેતરપિંડી આચરી હતી. ગોત્રી પોલીસે તેમની ફરિયાદના આધારે બિલ્ડર જયેશ પટેલ તથા અતીક ભિનેશ દેસાઇ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW