24/04/2024

લિંબાયતમાં ટ્રક અડફટે મોપેડસવાર ધોરણ-10ના વિદ્યાર્થીનું મોત

0

Updated: Feb 16th, 2024

શમશુલ
શેખ પરવટ પાટીયા ટયુશને જવા નીકળ્યો 
ત્યારે તૈયબા મસ્જિદ પાસે જીવલેણ અકસ્માત નડયો

સુરત, :

પરવત
પાટીયા ખાતે આજે સવારે ટયુશન જતી વખતે લિંબાયત રોડ પર કાળમુખી ટ્રકે મોપેડને ટક્કર
મારતા ઈજા પામેલા ધો.૧૦ના વિદ્યાર્થીનું મોત નિપજ્યું હતું.

નવી
સિવિલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લિંબાયતમાં ખાનપુરા ખાતે પટેલ હોલ પાસે રહેતો ૧૭
વર્ષીય સમશુલ મંજુર આલમ આજે ગુરુવારે સવારે ઘરેથી મોપેડ પર પરવત પાટીયા ખાતે
મોર્ડન ટાઉન નજીક ટયુશન જવા માટે નીકળ્યો હતો. તે સમયે લિંબાયતમાં શાહપુરા પાસે
મસ્જિદ પાસે ટ્રકે ચાલકે મોપેડને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તેને
ગંભીર ઈજા થતા તરત સારવાર માટે ઉધના દરવાજા ખાતે 
ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં ફરજ પરના ડોકટરે તેને મૃત જાહેર કર્યો
હતો. જયારે સમશુલ મુળ બિહારના સિતામઢીનો વતની હતો. તે લિંબાયતની શાળામાં ધો.૧૦માં
અભ્યાસ કરતો હતો. તેનો એક ભાઇ અને બે બહેન છે. તેના પિતા ભરત કામ કરે છે. આ અંગે
લિંબાયત પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW