રેલવે ટ્રેક ઉપર કોપર વાયરની ચોરી : ટાયરમાં વાયર ફસાતા માલગાડી રોકવી પડી!

0

Updated: Feb 13th, 2024


ગાંધીનગર નજીક રણાસણ ગામની સીમમાં

ઘટનાની જાણ થતા રેલવેના અધિકારીઓ દોડી આવ્યા ૫.૫૬ લાખની ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો

ગાંધીનગર :  ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોપરના કેબલની ચોરી વધી રહી
છે ત્યારે આ વખતે તસ્કરોએ રેલવે ટ્રેક ઉપર નાખવામાં આવેલા કેબલની ચોરી કરી લેતા
દોડધામ મચી હતી. એટલું જ નહીં રણાસણ રેલવે ટ્રેક ઉપર માલગાડીમાં તૂટેલો કોપર વાયર
ફસાઈ જતા ૨૫ મિનિટ સુધી તેને રોકવાની ફરજ પડી હતી. હાલ આ સંદર્ભે ૫.૫૬ લાખની
ચોરીનો ગુનો દાખલ કરીને ડભોડા પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ઘણા
સમયથી બોરકુવા ઉપર કેબલની ચોરીની ઘટનાઓ વધી રહી છે. કેબલમાંથી કોપર મેળવવા માટે
તસ્કરો ચોરી કરતા હોય છે ત્યારે આ વખતે તો તેમણે હદ વટાવી હતી અને ગાંધીનગર શહેર
નજીક હિંમતનગર અસારવા રેલ્વે લાઈનમાં રણાસણ પાસે રેલવે ટ્રેક ઉપર લગાવવામાં આવેલો
કોપર વાયર ચોરી ગયા છે. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે
પ્રોઝેક્ટ મેનેજર દહેગામ ખાતે રહેતા રામક્રિષ્ણા જગદેવ ગુપ્તાએ ફરિયાદ આપી હતી કે
, હાલ અસારવાથી
પ્રાતીજ સુધીની વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ ડિવીઝનમાં રેલ્વે બ્રોડગેઝનું
ઇલેક્ટ્રીક લાઇન કરવાનુ કામ તેમની કંપની દ્રારા કરવામાં આવી રહ્યું છે. તેમને
રેલ્વેના એન્જીનીયર રાજેશ મીણાએ ફોન કરીને કહ્યું હતું કે
, અસારવાથી
હિમંતનગર જતી રેલ્વે લાઇનના નર્મદા કેનાલથી રણાસણ જતા ટ્રેકમાં ઉપર લગાવેલો કેટનરી
તેમજ કોન્ટેક્ટ કોપર વાયરોની ચોરી થઈ છે. જેથી તેઓ તુરત જ માણસો સાથે રણાસણ ગામની
સીમ ખાતે દોડી ગયા હતા. જ્યાં માલુમ પડયું હતું કે
, નર્મદા કેનાલ નજીક આવેલ રેલ્વે ટ્રેક્ના થાંભલા નં.૩૯૬/૫ થી
૩૯૭/૪ વચ્ચેના થાભંલા ઉપર લગાવેલ કેટનરી કોપર વાયર આશરે ૫૩૦ તથા આશરે ૩૬૯ મીટરનો
કોન્ટેક્ટ કોપર વાયર તસ્કરો કાપીને ચોરી લઈ ગયા છે.વાપરો કાપી નાખવામાં આવતા
તૂટેલા વાયર રેલવે ટ્રેક પરથી પસાર થતી માલગાડીનાં પૈડાંમાં ફસાઈ ગયા હતા. જેનાં
કારણે માલગાડી ટ્રેનનાં ડ્રાઈવરને ટ્રેન રોકી દેવાની ફરજ પડી હતી. હાલ આ અંગે
ડભોડા પોલીસ દ્વારા ૫.૫૬ લાખની ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી
છે.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW