02/03/2024

પોલીસ કોન્સ્ટેબલનું મગોડી પાસે માર્ગ અકસ્માતમાં મોત

0

Updated: Feb 13th, 2024


દહેગામ તાલુકાના હાલિસાના વતની

શ્વાન અચાનક જ રોડ વચ્ચે આવી જતા બાઇક સ્લીપ ખાઈ ગયું હતું : ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા

દહેગામ :  દહેગામ તાલુકાના હાલિસા ગામ ખાતે રહેતા અને ગાંધીનગર સેક્ટર
– ૭ માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા યુવાનને ચિલોડા હાઇવે ઉપર મગોડી ગામના
પાટીયા પાસે કૂતરું વચ્ચે આવી જતાં અકસ્માત સર્જાયો હતો. ગંભીર રીતે ઘાયલ
કોન્સ્ટેબલને હોસ્પિટલથી રજા પણ આપી દીધી હતી. બાદમાં આજે સવારે અચાનક જ યુવાનનું
મોત થતાં પરિવાર પર આભ તૂટી પડયું હતું. કોન્સ્ટેબલના આકસ્મિક મોતના સમાચારથી
પોલીસબેડામાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

ચિલોડા પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ સંજયકુમાર રમેશભાઈ
ચૌહાણ સેક્ટર-૭ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા હતા. સંજયભાઈને દહેગામ ખાતે કામ
હોવાથી તેઓ ઘરેથી બાઈક લઈને નીકળ્યા હતા દરમિયાન રાત્રિના નવ વાગે તેમના દીકરા
સંજયનો તેમના પિતા ઉપર પર ફોન આવેલ અને જણાવેલ કે દહેગામ ખાતે કામ પૂરું કરી તેઓ
પેથાપુર જઈ રહ્યા હતા તે દરમિયાન દહેગામ ચિલોડા હાઇવે ઉપર મગોડી ગામના પાટીયા પાસે
અચાનક જ રોડ વચ્ચે કૂતરું આવી જતા બાઇક સ્લીપ ખાઈ ગયું હતું અને તેઓને ગંભીર ઇજા
પહોંચી હોવાથી ૧૦૮ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

તેથી તાત્કાલિક સંજયભાઈનો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો.
જ્યાં ફરજ પરના ડોક્ટરે સારવાર કરી તેઓને રજા આપી હતી જ્યારે આજે સવારે સંજયભાઈને
જગાડયા તો તે જાગ્યા ન હતા આથી તાત્કાલિક દહેગામ સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા
હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. આ અંગે ચિલોડા પોલીસે મૃતકના
પિતાની ફરિયાદના આધારે ગુન્હો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW