સુરેન્દ્રનગરમાં પાર્કિગમાં થતું દેશી દારૂનું વેચાણ ઝડપાયું

0

Updated: Feb 11th, 2024

-દારૂ સહિત કુલ 8500 ની મત્તા સાથે શખ્સ ઝડપાયો

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત સામે આવેલ મહંમદી અપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાંથી એલસીબી પોલીસે દેશી દારૂનું વેચાણ ઝડપી પાડયું હતું. જેમાં ૧૭૫ લીટર દેશી દારૂ તેમજ મોબાઇલ સહીત કુલ રૂપિયા ૮૫૦૦ ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસે આવેલ સરકારી અનાજના ગોડાઉન સામે આવેલ મહંમદી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં સાદીકભાઇ હુસેનભાઇ ભટ્ટી તથા જાયરાબેન ઉર્ફે મુનીબેન હબીબભાઇ માણેક દ્વારા દેશી દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર એલસીબી પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર પાકગની જગ્યામાંથી મીણીયાની થેલીમાંથી ૧૭૫ લીટર દેશી દારૂ તથા એક મોબાઇલ સહીત કુલ રૂપિયા ૮૫૦૦ ના મુદ્દામાલ સાથે સાદીકભાઇ હુસેનભાઇ ભટ્ટીને ઝડપી લીધો હતો જ્યારે જાયરાબેન ઉર્ફે મુનીબેન હબીબભાઇ માણેક હાજર મળી આવ્યા ન હતાં. સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી ગણતરીના અંતરે આવેલા સ્થળ પરથી એલસીબી પોલીસે દેશી દારૂનું વેચાણ ઝડપી પાડતા સ્થાનિક સિટી એ ડિવિઝન પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયાં છે.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW