29/02/2024

સુરતમાં મગોબ-ડિંડોલી BRTS રૂટ પર રોંગ સાઈડમાં આવતી કારે સ્વિંગ ગેટ તોડી નાખતા પોલીસ ફરિયાદ

0

Updated: Feb 12th, 2024


– BRTS રૂટમાં અકસ્માત માટે પાલિકા સાથે લોકો પણ જવાબદાર 

– પોલીસ જાહેરનામાનો અમલ કડકાઈથી કરાતો ન હોવાથી બીઆરટીએસ રૂટમાં અનેક ખાનગી વાહનો દોડી રહ્યાં છે : પાલિકા પોલીસ કડકાઈ નહી દાખવે અને લોકોમાં જાગૃતિ ન આવે તો વધુ અકસ્માતની ભીતિ 

સુરત,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર

સુરત પાલિકાના BRTS રૂટમાં છેલ્લા કેટલાક વખતથી અકસ્માતની સંખ્યા વધી રહી છે. પાલિકાના બીઆરટીએસ અને સીટી બસ રૂટમાં જે અકસ્માત થાય છે તેના માટે બસ ઓપરેટરના ડ્રાઈવર ઉપરાંત પોલીસ અને પાલિકા સાથે સાથે લોકો પણ એટલા જ જવાબદાર છે. પાલિકાના BRTS રૂટમાં ખાનગી વાહનો પર પ્રતિબંધ મુકવામા આવ્યો છે પરંતુ તેનો અમલ કડકાઈથી થતો ન હોવાથી શહેરમાં BRTS રૂટમાં બેફામ રીતે ખાનગી વાહનો દોડી રહ્યાં છે. હાલમાં જ મગોબ ડિંડોલી BRTS રૂટ પર રોંગ સાઈડમાં આવતી કારે સ્વિંગ ગેટ તોડી નાખતા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

સુરત પાલિકાએ BRTS રૂટમાં ખાનગી વાહનો નહીં દોડે તે માટે પાલિકાએ ચાર કરોડથી વધુના ખર્ચે સ્વિંગ ગેટ લગાવ્યા હતા. જોકે, લાંબા સમયથી આ સ્વિંગ ગેટનું મેન્ટેનન્સ ન હોવાથી આ સ્વિંગ ગેટ બંધ હાલતમાં હતા. જોકે, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલની સુચના બાદ હાલમાં 50થી વધુ સ્વિંગ ગેટ શરુ થઈ ગયાં છે. જોકે, આ સ્વિંગ ગેટ ચાલુ થયા હોવા છતાં કેટલાક વાહનચાલકો BRTS રૂટમાં બિંદાસ્ત ઘુસી રહ્યાં છે. થોડા સમય પહેલાં જ ઉધના જીવન જ્યોત બસ સ્ટેન્ડ નજીક સ્વિંગ ગેટ હોવા છતાં વાહનો ઘુસી ગયા હતા અને તે બસ સાથે નિકળી ગયા હતા. આ ઘટના બાદ પણ પાલિકા કે પોલીસે કોઈ પગલાં નહીં ભરતાં  હવે BRTS રૂટમાં સ્વિંગ ગેટ હોવા છતાં વાહન દોડાવવાની કેટલાક લોકોની હિંમત વધી ગઈ છે  અને બેફામ વાહનો દોડાવી રહ્યા છે. 

પાલિકા અને પોલીસની ગંભીર બેદરકારીને કારણે હાલમાં ગોડાદરા પોલીસ મથકની હદમાં BRTS રૂટમાં એક ગાડી રોંગ સાઈડમાં આવીને સ્વિંગ ગેટ તોડી નાંખ્યો હતો. દેવધ ગામ તરફથી રોંગ સાઈડમાં એક કાર સવારે 9-30 વાગ્યે આવી હતી અને ઓટોમેટિક સ્વિંગ ગેટ સાથે ધડાકાભેર ગાડી ઠોકી દીધી હતી, જેના કારણે ગેટ ડેમેજ થઈ ગયો હતો. ત્યાર બાદ પાલિકાના BRTS ના સુપરવાઈઝરે ગોડાદરા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ  ફરિયાદ નોંધાવી છે.  

આ એક પોલીસ ફરિયાદ એક માત્ર કિસ્સો છે પરંતુ પાલિકા અને પોલીસની બેદરકારી અને લોકોમાં ટ્રાફિક સેન્સનો અભાવ હોવાના કારણે હજુ પણ BRTS રૂટમાં અનેક વાહનો બેફામ દોડી રહ્યાં છે. જો પાલિકા અને પોલીસ આ દુષણ દુર નહી કરે તો BRTS રૂટમાં મોટો અકસ્માત થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW