02/03/2024

વીરા તલાવડી ગામમાં દરોડો પાડી પોલીસે ચાર જુગારીને ઝડપી લીધા

0

Updated: Feb 11th, 2024


જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વધતી જુગારની બદી

૧૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરીને ડભોડા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ગાંધીનગર :  ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જુગારની બદી દિન
પ્રતિદિન વધી રહી છે ત્યારે ડભોડા પોલીસે વીરા તલાવડી ગામમાં દરોડો પાડીને જુગાર
રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ૧૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે
કરીને તેમની સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આમ તો ગાંધીનગર જિલ્લામાં શ્રાવણ મહિના દરમિયાન જુગાર વધુ
જોવા મળતો હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂણે ખાચરે
જુગારની બદી વધી રહી છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન
બાતમી મળી હતી કે
, વીરા
તલાવડી ગામની પ્રાથમિક શાળા પાછળ બેટરીનાં અજવાળે કેટલાક ઈસમો જુગારની બાઝી
માંડીને બેઠેલા છે. આ હકીકતનાં આધારે પોલીસ ટીમ વીરા તલાવડી ગામ પહોંચી જઈ
વિસ્તારને ચારે તરફથી કોર્ડન કરી લીધો હતો. ટીમે દરોડો પાડતા જુગારીઓમાં દોડધામ
મચી ગઈ હતી. જેના પગલે પોલીસે અહીં જુગાર રમતા મેદરા ગામના સાહિલ રણછોડભાઈ ગોહેલ
, નિલેશ પ્રભાતજી
ગોહિલ
, વિરા
તલાવડી ગામના વિષ્ણુ હર્ષદજી મકવાણા અને સોનાડા ગામના સંજય શામળભાઈ પટેલને ઝડપી
લીધા હતા. જેમની પાસેથી ૧૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો અને
ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW