02/03/2024

વડોદરાના ગરીબ, પછાત અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાના કામો માટે બજેટના 10% રૂપિયા વાપરવાની જોગવાઈ

0

Updated: Feb 12th, 2024


– કોર્પોરેશન તેના બજેટમાં 10% રકમની જોગવાઈ કરતું નથી

– ગરીબોને પ્રાથમિક સુવિધા આપવા કોર્પોરેશનના બજેટમાં અલગ હેડ ખોલવા માંગણી 

વડોદરા,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનરે સ્ટેન્ડિંગ સમિતિ સમક્ષ 5523 કરોડનું રજૂ કર્યું હતું. ચર્ચા વિચારણાના અંતે સ્ટેન્ડિંગ સમિતિએ તેમાં સુધારો વધારો કરી 5558 કરોડનું બજેટ મંજુર કર્યું છે. શહેરના ગરીબ, પછાત અને ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે બજેટમાં અલગ બજેટ કોડ બનાવવાની માંગણી વિરોધ પક્ષ કોંગ્રેસના પૂર્વ નેતાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને કરી છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે કોર્પોરેશનના કહેવા મુજબ તમામ વિસ્તારોના વિકાસને ઘ્યાનમાં રાખી બજેટ બનાવવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી જ્યારે જીપીએમસીની કલમ-63(સી) બાબતે પૂછવામાં આવે છે, ત્યારે સત્તાઘારી પક્ષ તરફથી એમ કહેવામાં આવે છે કે ગરીબો માટે જુદા-જુદા કામ કર્યા એવા બહાના બતાવવામાં આવે છે.

તેમણે મ્યુનિસિપલ કમિશનરનું ઘ્યાન દોરતા કહ્યું છે કે સરકારએ કલમ 63-સી હેઠળ ગરીબ, પછાત, આર્થિક પછાત અને ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને રોડ, રસ્તા, સ્વાસ્થ્ય, ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટલાઇટની સારી સુવિઘા મળી રહે તે માટે બજેટ હેડના 10 ટકા પૈસા આવા વિસ્તારોમાં વાપરવાની સ્પેશ્યલ જોગવાઇ રાખેલી છે.  જો એ પૈસા ચાલુ વર્ષમાં ના વપરાય તો તેને આગલા વર્ષમાં કેરી ફોરવર્ડ કરવા અને તે પ્રમાણે તેનો ઉપયોગ કરવો તેવી જોગવાઈ છે, પરંતુ કોર્પોરેશન તરફથી આવી કોઇ અલગ વ્યવસ્થા કે જોગવાઇ કરવામાં આવતી નથી. જેથી અમારી માંગણી છે કે, કલમ 63(સી) હેઠળ ગરીબો માટે અલગ કોડ બનાવવામાં આવે અને અલગથી પૈસા મુકવામાં આવે અને  જયારે ગરીબ, પછાત અને ઝુપડપટ્ટી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાના કામો માટે જરૂર હોય ત્યાં આ કોડમાંથી પૈસા લઇને વિકાસ કરી શકાય. જેથી ગરીબોને સુવિઘાઓ મળી શકે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW