02/03/2024

મોટી બહેને ઠપકો આપતાં તરૃણીએ જીવન ટૂંકાવી લીધું

0


મોરબીના જાંબુડિયા ગામે ગળાફાંસો ખાધો

લજાઇ ગામે હોટલની ઓરડીમાં તરૃણનો આપઘાતઃ ખંભાળિયામાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ લીધો

મોરબી,
ખંભાળિયા :  મોરબીના જાંબુડિયા ગામની સીમમાં ફેક્ટરીમાં રહીને મજુરી કામ
કરતા પરિવારની ૧૭ વર્ષની સગીરાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જ્યારે ટંકારા
તાલુકાના લજાઇ ગામ નજીક હોટેલની ઓરડીમાં ૧૬ વર્ષનાં સગીરે ગળાફાંસો ખાઈ આપઘાત
કર્યો હતો. ખંભાળિયામાં પરિણીતાએ આપઘાત કરતાં તપાસ હાથ ધરાઇ છે.

મૂળ ઓરિસ્સાના વતની અને હાલ જાંબુડિયા ગામની સીમમાં
લેટીગ્રેસ સિરામિકની લેબર કોલોનીમાં રહેતા સોનાલી ઉર્ફે મામની રાજેન્દ્ર સુરેન્દ્ર
(ઉ.વ.૧૭)એ પોતાની લેબર કોલોનીમાં આવેલ રૃમનો દરવાજો બંધ કરી પોતાની જાતે સાડી વડે
ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ
મોટી બહેન મોન્તીબેનની નાની દીકરી દીવ્યાંશી રડતી હોવાથી તેની સાર સંભાળ માટે ઠપકો
આપ્યો હતો જેથી લાગી આવતા સોનાલીએ આપઘાત કરી લીધાનું ખુલ્યું છે.

મૂળ રાજસ્થાનના વતની અને હાલ લજાઇ નજીક અંદાજ અપના દેશી
ઢાબાની ઓરડીમાં રહેતા કિશોરસિંહ લક્ષ્મણસિંહ રાવત (ઉ.વ.૧૬) હોટેલના સ્ટાફ
ક્વાર્ટરની ઓરડીમાં દરવાજો અંદરથી બંધ કરી કોઇ અગમ્ય કારણોસર છતની એન્ગલ સાથે
ટુવાલ વડે ગળેફાંસો ખાઈ આયખું ટુંકાવ્યું હતું.

ખંભાળિયામાં ભઠ્ઠી ચોક વિસ્તારમાં રહેતી મુસ્કાન જાવેદશા
દરવેશ નામની ૨૨ વર્ષની પરિણીત યુવતીએ કોઇ અકળ કારણોસર પોતાના ઘરે છતના પીઢીયામાં
દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લેતાં તેણીનો નિષ્પ્રાણ દેહ સાંપડયો હતો. મૃતકનો
લગ્નગાળો આશરે સવા વર્ષનો હતો. આ બનાવ અંગે ઇકબાલભાઈ સલીમભાઈ શેખ (ઉ.વ.૪૮
, રહે. રાજકોટ)એ
અહીંની પોલીસને જાણ કરતા પોલીસે જરૃરી નોંધ કરી આગળની તપાસ પીએસઆઈ ડી.જી. પરમાર
દ્વારા હાત ધરવામાં આવી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW