02/03/2024

પોતાના સમાજના જ યાર્ન વેપારી સહિત ત્રણ સાથે છેતરપિંડી: જમીન અપાવવાના બહાને જૈન સમાજના બે જણાએ રૂ. 4.36 કરોડ પડાવ્યા

0

Updated: Feb 11th, 2024

– કોરોનામાં અવસાન વેપારીના અવસાન બાદ પુત્રએ મોટા પપ્પા મારફત ઉઘરાણી કરી તો ધમકી આપી એક ભાઇ તો ચલા ગયા, બાકી દોનો કો મે પહુંચા દુંગા
– પાર્લેપોઇન્ટ રહેતા રાજીવ શેઠ અને મહેન્દ્રકુમાર જૈન વિરૂધ્ધ ફરિયાદ નોંધાઇઃ સમાજના અન્ય બે વ્યક્તિ પાસેથી પણ રૂ. 1 કરોડ અને રૂ. 30 લાખ લઇ ધક્કે ચડાવ્યા હતા



સુરત

શહેરના પાર્લેપોઇન્ટ વિસ્તારમાં રહેતા યાર્નના જૈન વેપારીને જમીન અપાવવાની લાલચ આપી રૂ. 3.06 કરોડ ઉપરાંત જૈન સમાજના જ અન્ય લોકો પાસેથી મળી કુલ રૂ. 4.36 કરોડ પડાવી લીધા બાદ ધક્કે ચડાવી ધાક-ધમકી આપનાર બે વિરૂધ્ધ ઉમરા પોલીસમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે.
અઠવાલાઇન્સ-પાર્લેપોઇન્ટ સ્થિત અંબિકા નિકેતન મંદિર નજીક જય હિન્દ સોસાયટીમાં રહેતો પ્રિયાંશ નીરજ જૈન (ઉ.વ. 21) જૈન કો. એન્ટરપ્રાઇઝ નામે યાર્નનો ધંધો કરે છે. યાર્નના
ધંધાર્થે વેપારીઓ ઘરે આવતા હતા તે દરમિયાન તેમના જ સમાજના વેપારી રાજીવ દેવેન્દ્ર શેઠ અને મહેન્દ્રકુમાર કાશીરામ જૈન (બંને રહે. પ્રસ્તાવાના એપાર્ટમેન્ટ, પાર્લેપોઇન્ટ, સુરત) સાથે મિત્રતા થઇ હતી. આ બંનેએ જમીન અપાવવાની લાલચ આપી નીરજભાઇ પાસેથી ટુકડે-ટુકડે રૂ. 3.06 કરોડ લીધા હતા પરંતુ જમીન અપાવી ન હતી. જેથી નીરજભાઇએ ઉઘરાણી કરતા રાજીવ શેઠે સિક્યોરીટી પેટે રૂ. 1.28 કરોડનો ચેક તથા રૂ. 70 લાખના વાઉચર આપ્યા હતા. ત્યાર બાદ પણ જમીનના નામે વાયદા કર્યા હતા અને વર્ષ 2020 માં કોરોનામાં નીરજભાઇનું અવસાન થયું હતું. જેથી પિતાનો ધંધો સંભાળનાર પુત્ર પ્રિયાંશે રાજીવ અને મહેન્દ્ર પાસે ઉઘરાણી શરૂ કરી હતી. ઉપરાંત પ્રિયાંશે તેના મોટા પપ્પા સંજય જૈનને સમગ્ર બાબતની જાણ કરતા તેમણે રાજીવ અને મહેન્દ્ર પાસે ઉઘરાણી કરતા ધમકી આપી હતી કે એક ભાઇ તો ચલા ગયા, બાકી દોનો કો પહુંચા દુંગા. જેથી પ્રિયાંશે સામાજીક રીતે પૈસાની લેતીદેતીનું નિરાકરણ લાવવા પ્રયાસ કરતા જાણવા મળ્યું હતું કે તેમના જ સમાજના અંકુર સુરેશ ગાંધી પાસેથી રૂ. 30 લાખ અને ઉમંગ રાકેશ જૈન પાસેથી રૂ. 1 કરોડ લઇ તેમને પણ ધક્કે ચડાવ્યા હતા.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW