02/03/2024

નડિયાદમાં ટ્રાફિક નિયમનનો અભાવ પીક અવર્સમાં સર્જાતા ચક્કાજામના દ્રશ્યો

0

Updated: Feb 11th, 2024

– આડેધડ પાર્કિંગના કારણે સ્થિતિ વણસી, ટ્રાફિક પોલીસ મૂકપ્રેક્ષક બની

– મુખ્ય બજારોમાં રોડ સાંકળા બન્યા, રાહદારીઓને પડતી ભારે હાલાકી

નડિયાદ : નડિયાદ શહેરમાં ટાઉન પોલીસની નિષ્ફળતાના પગલે જાહેર માર્ગો પર આડેધડ પાકગ કરનારા વાહનચાલકો બેફીકર બન્યા છે. શહેરના પારસ સર્કલથી માંડી સંતરામ રોડ થઈ બસ સ્ટેન્ડ તરફના રસ્તા પર દુકાનોની બહાર લોકો ગમે તેમ વાહનો પાર્ક કરી રહ્યા છે જેના કારણે ટ્રાફિકજામની સમસ્યા વકરી છે. શહેરના મોટાભાગના રોડ પર આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ટ્રાફિક પોલીસની ઉદાસીનતાના કારણે લોકો ચક્કાજામની સ્થિતિ વેઠી રહ્યા છે. 

નડિયાદ શહેરના બસ સ્ટેશનને જોડતા રસ્તાઓ પણ વાહનોની અવર જવરનું પ્રમાણ વધારે રહે છે. તો આ સાથે જ પારસ સર્કલથી સંતરામ રોડ થઈ બસ સ્ટેન્ડ તરફ આવતા માર્ગો પર પણ ટ્રાફિકનું ભારણ વધુ રહે છે. ત્યારે વાહનોના નિયમન માટે સરદાર સ્ટેચ્યુ, ત્રિમૂત કોમ્પ્લેક્સ નજીક, આંબેડકર સ્ટેચ્યુ જેવા સર્કલો પર વાહનોની ભારે અવરજવર ધરાવતા રસ્તા ઉપર ટ્રાફિક પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે. નડિયાદ જુના બસ સ્ટેશનમાં પ્રવેશવાના માર્ગ પર રોંગ સાઈડમાં રિક્ષાઓ ઉભી રહેલી જોવા મળે છે. 

આ ઉપરાંત ત્રિમૂતી કોમ્પ્લેક્ષ નજીક સ્ટેચ્યુ આગળ ટ્રાફિક પોઇન્ટ આવેલ છે. આ સ્થળે ટ્રાફિક નિયમન માટે પોલીસ ઉપરાંત ટીઆરબી જવાનો તૈનાત હોય છે. આમ છતાં પોલીસની નજર સામે રોડની સાઈડમાં આડેધડ રીક્ષાઓ પાર્ક થયેલી હોય છે. મુસાફરો મેળવવા માટે રોડ પર આડેધડ ઉભી રહેતી રીક્ષાઓના કારણે ટ્રાફિક ચક્કાજામ સર્જાતા હોય છે.

 રાહદારીઓને રોડ ક્રોસ કરવા વાહનોની અવર જવર ઓછી થાય તેની રાહ જોઈ ને ઉભુ રહેવું પડે છે. રાહદારીઓને રોડ ક્રોસ કરતા અકસ્માત થવાની દહેશત રહે છે. આ સાથે જ સંતરામ રોડ પરની દુકાનો બહાર બાઈકો, રીક્ષાઓ સહિતના વાહનો આડેધર ઉભા કરી ચાલકો પોતાના કામ માટે નીકળી જાય છે. 

ત્યારે આ રોડ સાંકળા હોય અને ટ્રાફિકનું ભારણ વધારે હોય, અહીંયા વારંવાર ટ્રાફિક સર્જાતો હોય છે. તેમજ પારસ સર્કલથી ગ્લોબ સિનેમા તરફના માર્ગ પર પણ દુકાનોની બહાર આડેધર પાકગથી રોડ સાંકડો થતા ટ્રાફિક જામ થાય છે અને અકસ્માતની સંભાવના રહે છે. આ સાથે જ ટાઉન પોલીસ દ્વારા ફાળવવામાં આવેલા ટ્રાફિક પોઇન્ટ શોભાના ગાંઠીયા સમાન પુરવાર થયા છે. 

આ સ્થળે વાહનોની સતત અવરજવર રહેતી હોય રાહદારીઓને રોડ ક્રોસ કરતા નાકે દમ આવી જાય છે. ત્યારે આડેધર પાકગ સામે યોગ્ય પગલાં લેવાય તેવી માગ ઉઠી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW