02/03/2024

નડિયાદમાં જિલ્લા લેન્ડ રેકર્ડ્ઝ કમ એકત્રીકરણ તેમજ સિટી સર્વે કચેરી ભયજનક હાલતમાં

0

Updated: Feb 11th, 2024

– વર્ષ 2021 માં લાખોના ખર્ચે રિનોવેશન કર્યું છતાં

– દૂર્ઘટના સર્જાય તે પહેલાં કચેરી ખાલી કરવાની મા.મ.વિભાગની સુચના છતાં મકાન ફાળવણી અંગે અધિકારીઓનું ઉદાસીન વલણ

નડિયાદ : નડિયાદમાં આવેલી ખેડા જિલ્લા લેન્ડ રેકર્ડ્સ કમ એકત્રીકરણ કચેરી તથા સિટી સર્વે કચેરીનું મકાન વર્ષ ૨૦૨૧માં રિનોવેશન કરાવ્યા બાદ બે વર્ષના સમયગાળામાં અત્યંત જર્જરિત બનતા કર્મચારીઓ માથે સંકટ તોળાઈ રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ દ્વારા પણ કચેરી જર્જરિત હોય તાત્કાલિક ખાલી કરવા સુચના અપાઈ છે. ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા આ કચેરી માટે વહેલી તકે મકાન ફાળવવા માંગ ઉઠી છે. 

ખેડા જિલ્લાની લેન્ડ રેકોર્ડ્સ કમ એકત્રીકરણ કચેરી તેમજ સિટી સર્વે કચેરી હાલમાં નડિયાદના સ્ટેશન રોડ પર આવેલી સ્ટેટ બેન્કના મેડા ઉપર કાર્યરત છે. આ કચેરીનું મકાન અત્યંત જર્જરિત હાલતમાં છે. આ કચેરીના સ્લેબમાંથી અવારનવાર સીમેન્ટના પોપડા પડી રહ્યા છે. જેના કારણે ભયના ઓથાર હેઠળ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. 

ઉપરાંત ચોમાસામાં વરસાદનું પાણી કચેરીમાં ટપકવાથી કચેરીનું રેકર્ડ, કોમ્પ્યુટર તેમજ ઇલેક્ટ્રિક મશીનરીને મોટું નુકસાન થવાની શક્યતા રહેલી છે. આ કચેરીનું લાખો રૂપિયાના ખર્ચે વર્ષ ૨૦૨૧માં રીનોવેશન કરવામાં આવ્યું હતું. આમ છતાં કચેરીની છતમાંથી સ્લેબના પોપડા પડી રહ્યા છે. જેના કારણે કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે જોખમ ઉભું થયું છે.  આ બાબતે કચેરીના સત્તાધીશો દ્વારા તા.૩ ઓક્ટોબર ૨૦૨૩ તેમજ તા.૧૨ જાન્યુઆરી ૨૦૨૪ના પત્રથી કલેક્ટર સહિત સંબંધીત અધિકારીઓને જાણ કરવામાં આવી છે. ઉપરાંત આ કચેરીનું બાંધકામ ઘણું જ જૂનું હોઇ વારંવાર કચેરીના સ્લેબમાંથી પોપડા પડે છે, જેના કારણે જાનહાનિ થવાની શક્યતા રહેલી છે. જેથી આ કચેરી તાત્કાલિક ખાલી કરવા નાયબ કાર્યપાલક ઇજનેર, માર્ગ મકાન પેટા વિભાગ, નડિયાદ દ્વારા તા.૭ નવેમ્બર ૨૦૨૩ના પત્રથી સુપ્રી.લેન્ડ રેકર્ડ કમ એકત્રિકરણ અધિકારી,નડિયાદને જાણ કરવામાં આવી છે.આમ છતાં જિલ્લાના સત્તાધીશો દ્વારા કોઈ કારણસર આ કચેરી માટે મકાન ફાળવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા હોવાનું કચેરીના કર્મચારીઓ સહિતનાઓના આક્ષેપ છે. ત્યારે વહીવટી તંત્ર દ્વારા આ કચેરી માટે નડિયાદની મધ્યમાં આવેલી જૂની તાલુકા પંચાયત કચેરી, જૂની મામલતદાર કચેરી કે સરદાર ભવનમાં રાજ્ય વેરા કમિશનરની કચેરી ખાલી હોઇ આ કચેરી લેન્ડ રેકર્ડઝ કમ એકત્રીકરણ કચેરી તથા સિટી સર્વે કચેરી, નડિયાદને ફાળવવામાં માગણી કરવામાં આવી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW