02/03/2024

જામનગરમાં પોલીસ ચોકીની બાજુમાં જ દંપત્તિ દ્વારા થતું હતું દારૂનું વેંચાણ!

0

Updated: Feb 12th, 2024

image : freepik

– સ્થાનિક ગુન્હા શોધક શાખાએ દરોડો પાડી છ બોટલ કબ્જે કરી

જામનગર,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર

જામનગર શહેરના ખોડિયાર કોલોની પોલીસ ચોકીની બાજુમાં જ બેરોકટોક દારૂના વેંચાણનો એલ.સી.બી. પોલીસે પર્દાફાશ કરતા ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે, સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ખાનગી રાહે હકિકત મળેલ કે, ખોડિયાર કોલોની પોલીસ સ્ટેશન નજીક ઉલાસબાના મકાનમાં ભાડે રહેતા કાજલબેન અને તેનો પતિ મેહુલ કોટવાલ બંને વિદેશી દારૂનું વેંચાણ કરી રહ્યા છે જેથી ઉપરોકત્ત સ્થળે દરોડો પાડતા મકાનમાંથી વિદેશી દારૂની 6 બોટલ કબજે કરી હતી અને સૂર્યાસ્તનો સમય થઇ જતા મહિલાને નોટીસ આપી મુકત્ત કરેલ હતી, જયારે તેનો પતિ હાજર ન મળતા તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW