જામનગરમાં દેશી દારૂની પ્રવૃત્તિમાં જોડાયેલી ચાર મહિલાઓ સામે પોલીસે ગુનો નોંધ્યો

0

Updated: Feb 12th, 2024

image : freepik

જામનગર,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર

જામનગરમાં રણજીત સાગર રોડ પર મારવાડી વાસની ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતી કેટલીક મહિલા દારૂની ધંધાર્થીઓ કે જેઓ પોતાના ઝુપડામાં ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી હોવાથી પોલીસ દ્વારા બે મહિલાઓ સામે ગુનો નોંધી દેશી દારૂ કબજે કર્યો છે, જ્યારે ખોડીયાર કોલોની નજીક જાગૃતિ નગર વિસ્તારમાં રહેતી બે મહિલાઓના રહેણાંક મકાન પર પોલીસે દારૂ અંગે દરોડો પાડી દેશી દારૂ કબજે કર્યો છે.

 જામનગરના રણજીત સાગર રોડ પર મારવાડી વાસ આસપાસના વિસ્તારમાં ઝુંપડામાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી રહેલી કેશીબેન પાંચાભાઇ સોલંકી તેમજ લક્ષ્મીબેન ગંગારામભાઈ રાઠોડ નામની બે મહિલાના ઝુંપડા પર પોલીસ ત્રાટકી હતી, અને દેશી દારૂનો જથ્થો કબજે કરી લઇ તેનો નાશ કરાયો છે, જયારે બંને મહિલાઓ સામે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં દારુબંધી ભંગ અંગે ગુન્હો નોંધ્યો છે. 

આ ઉપરાંત ખોડીયાર કોલોની નજીક જાગૃતિ નગર વિસ્તારમાં ચંદાબેન કમલભાઈ પરમાર અને માયાબેન પવનભાઈ વઢીયારના રહેણાંક મકાન પર પોલીસે દરોડો પાડી દેશી દારૂ અને દારૂ બનાવવાનો કાચો આથો, વગેરે કબજે કરી લીધા છે, અને તેનો નાશ કરાવાયો છે. જે બંને મહિલાઓ સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW