02/03/2024

જામનગરના સાત રસ્તા સર્કલમાં વિફરેલા રીક્ષા ચાલકે એક યુવાનને માથામાં અને નાકમાં જીવલેણ હુમલો કર્યો

0

Updated: Feb 12th, 2024

જામનગર,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર 

જામનગરના સાત રસ્તા સર્કલમાં ઉભેલા એક રીક્ષા ચાલકે ઉશ્કેરાટમાં આવી જઈ ત્યાંથી પસાર થઈ રહેલા એક યુવાન પર કોઈ અગમ્ય કારણસર નાકમાં અને કપાળમાં હુમલો કરી લોહી લુહાણ કરી ગંભીર ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં હર્ષદ મીલની ચાલી વિસ્તારમાં રહેતો વિજય ઘેલાભાઈ સિંગરખીયા નામનો યુવાન ગઈકાલે સાત રસ્તા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન ત્યાં ઉભેલા એક રીક્ષા ચાલકે કોઈ અગમ્ય કારણસર તેના માથા પર અને નાકના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો, જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો હતો, અને તેના નાકમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે.

 આ બનાવ અંગે વિજયના પિતા ઘેલાભાઈ કારાભાઈ સિંગરખિયાએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા રીક્ષા ચાલક સામે હુમલા અંગેની ફરિયાદ નોંધાવતાં હનુમાન ગેઇટ પોલીસ ચોકીના પી.એસ.આઇ. એચ.બી. વડાવીયાએ રીક્ષા ચાલક સામે આઈપીસી કલમ 326 અને 325 મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તેની શોધખોળ હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW