જામનગરના રણજીત નગર બ્રહ્મ સમાજ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટેની મોડલ ટેસ્ટનું આયોજન કરાયું

0

Updated: Feb 12th, 2024

જામનગર,તા.12 ફેબ્રુઆરી 2024,સોમવાર

જામનગરમાં રણજીતનગર સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તારીખ 11-2-2024ને રવિવારના રોજ શ્રી જેકુંવરબેન સોની કન્યા વિદ્યાલયમાં ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે એક મોડેલ ટેસ્ટનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. આ ટેસ્ટનું આયોજન બોર્ડની પરિક્ષાને અનુલક્ષીને બોર્ડની પેપર સ્ટાઇલ મુજબ લેવાઇ હતી. જેથી વિદ્યાર્થીઓને પરીક્ષા વિશે માર્ગદર્શન મળી રહે.

 જેમાં બોર્ડમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓ કે જે પહેલીવાર એક્ઝામ આપવા જઈ રહ્યા હોવાથી તેઓનો ભય દૂર કરી શકાય, તેમજ બોર્ડની પરીક્ષાના પેપર બોર્ડની પેપર સ્ટાઇલના અનુલક્ષી અને તજજ્ઞ શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. પરીક્ષાની જવાબ વાહિનીમાં જવાબ કેવી રીતે લખવા, પેપર લખતા લખતા શું કાળજી રાખવી, પેપર પૂર્ણ કર્યા બાદ પુરવણી કેવી રીતે બાંધવુ, પુરવણી નો ટોટલ કેવી રીતે લખોવો, સમયની ખાસ કાળજી રાખીવી, પેપર સ્ટાઇલ મુજબ પેપર પૂરું થશે કે કેમ તેવી મહત્વની બાબતો વિદ્યાર્થીઓને પૂરતા માર્ગદર્શન માટે આ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

 આવનારી બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ દરેક નાની બાબતને કાળજીપૂર્વક અનુસરી અને મુક્ત મને પરીક્ષાના પેપર આપી શકે તે હેતુથી શ્રી રણજીતનગર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા આ ટેસ્ટનું આયોજન કરાયું હતું. જે પરીક્ષામાં કુલ 695 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, તેમ સંસ્થાના મહામંત્રીની યાદીમાં જણાવાયુ છે.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW