ચાલતા જઈ રહેલા વૃદ્ધનું કારની ટક્કરે મોત નિપજ્યું

0

Updated: Feb 12th, 2024


ગાંધીનગર શહેરના સેક્ટર-૬/૭ કટ પાસે

અકસ્માત સર્જીને કારનો ચાલક ફરાર થઈ ગયો : સેક્ટર-૭ પોલીસ દ્વારા કારચાલકની શોધખોળ શરૃ કરવામાં આવી

ગાંધીનગર : ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી
રહી છે ત્યારે ગઈકાલે મોડી સાંજે શહેરના સેક્ટર-૬/૭ના કટ પાસે ચાલતા જઈ રહેલા
વૃદ્ધને ટક્કર મારીને કારનો ચાલક ફરાર થઈ ગયો હતો. ગાંધીનગરથી અમદાવાદ સિવિલ
ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેમનું મોત થયું હતું. જે ઘટના અંગે સેક્ટર ૭ પોલીસે
ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

પાટનગર ગાંધીનગર શહેરમાં અકસ્માતમાં બનાવ વધી રહ્યા છે
ત્યારે રોકેટ ગતિએ વાહનો હંકારતા લોકો નિર્દોષ વ્યક્તિઓનો જીવ પણ લઈ રહ્યા છે.
ગઈકાલે મોડી સાંજે શહેરના ઘ માર્ગ ઉપર ચાલતા જઈ રહેલા વૃદ્ધનું કારની અડફેટે મોત
નીપજ્યું હતું. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે વાવોલમાં આવેલી
ગોકુલધામ રેસીડેન્સીમાં રહેતા અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા દિનેશસિંહ રંગાજી
દરબારે ફરિયાદ નોંધાવી હતી કે
,
તેમના પિતા રંગાજી ગજુજી દરબાર છેલ્લા ૩૦ વર્ષથી સેક્ટર સાતમાં રહેતા હતા. ગઈકાલે
રાતના સમયે તેઓ સેક્ટર ૭માં આવ્યા હતા તે દરમિયાન તેમના મિત્ર સહદેવસિંહનો ફોન
આવ્યો હતો અને જણાવ્યું હતું કે
,
તેમના પિતા રંગાજીને ઘ માર્ગ ઉપર ઘ બે થી ઘ ત્રણ તરફ એક કાર ચાલક ટક્કર મારીને
ફરાર થઈ ગયો છે. ગંભીર ઘાયલ તેમના પિતાને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ
હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જેથી તેઓ સિવિલ પહોંચ્યા હતા અને તેમના પિતાની તબિયત
લથડતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ મોડી રાત્રે
તેમનું મોત નીપજ્યું હતું. જેથી આ ઘટના સંદર્ભે સેક્ટર ૭ પોલીસ દ્વારા અજાણ્યા
કારચાલક સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરવામાં મથામણ શરૃ કરવામાં આવી છે અને
આસપાસના વિસ્તારના સીસીટીવી પણ ચકાસવામાં આવી રહ્યા છે.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW