02/03/2024

ગિયોડ ગામમાં ‘ભારતમાલા’ માટે 218 વિઘા જમીન સંપાદન કરવાનું જાહેરનામું

0

Updated: Feb 12th, 2024


માપણી અને સંપાદનની પ્રક્રિયા સામે વિરોધના વંટોળ વચ્ચે

૫.૧૭ લાખ ચોરસ મીટર જેટલી જમીન સંપાદન કરવા અંગેનું અલાયદું જાહેરનામુંઃગિયોડમાંથી રોડની સાથે આઠડો‘ પણ નિકળશે 

ગાંધીનગર :  ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના ચારેય
તાલુકામાંથી જમીનનું સંપાદન કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જે અંતર્ગત
ગાંધીનગર-દહેગામ તાલુકાના ૧૬ જેટલા ગામોમાંથી જમીન સંપાદન અંગે અગાઉ નવેમ્બર
મહિનામાં નવું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું જેમાં ગિયોડ ગામની જમીન
અંગે કોઇ ઉલ્લેખ ન હતો ત્યારે હવે ગિયોડ ગામનું અલાયદું જાહેરનામું પ્રસિધ્ધ કરીને
ગામની ૨૧૮ વિઘા જેટલી જમીન સંપાદન કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગાંધીનગર જિલ્લાના ચારેય તાલુકાના ૨૬ જેટલા ગામોમાંથી
ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત રોડ નિકળવાનો છે. ત્યારે આ થરાદ-અમદાવાદ ગ્રીનકોરિડોર
હાઇવે માટે ફળદ્રુપ જમીન ફાળવવા અંગે અગાઉથી જ ઉગ્ર વિરોધ ચાલી રહ્યો છે તેવી
સ્થિતિમાં આગામી દિવસોમાં સંપાદન અને સર્વેની કામગીરી ખેતરમાં જઇને કરવામાં આવનાર
છે જેના માટે પણ ખેડૂતો ભેગા થઇને આવેદનપત્રો આપી રહ્યા છે.આવી સ્થિતિ વચ્ચે
ગાંધીનગર-દહેગામ તાલુકાના ૧૬ ગામમાંથી જમીન સંપાદન અંગે અગાઉ નવેમ્બર માસમાં
જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું હતું.

જે વખતે ગિયોડ ગામમાંથી જમીન સંપાદન અંગે કોઇ ઉલ્લેખ કરાયો
ન હતો અને અગાઉની જેમ ફરી ગિયોડ માટે અલાયદું જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવ્યું
છે. ભારત સરકાર દ્વારા પ્રસિધ્ધ કરાયેલા આ જાહેરનામા પ્રમાણે
, ગિયોડ ગામના ૧૧૭
જેટલા સર્વે નંબરની ૫.૧૭ લાખ ચોરસ મીટર એટલે કે
, ૨૧૮ વિઘા જેટલી જમીન સંપાદનની પ્રક્રિયામાં લેવામાં આવી છે.

ભારતમાલા નેશનલ હાઇવે ગિયોડ ગામમાંથી પસાર થતો હોવાથી
અહીંની જમીન સંપાદન કરવામાં આવી છે. આ સાથે આ ગામની સીમ પાસે જ ઓવરબ્રીજ સાથે
ઇન્ટરચેન્જ એટલે કે
, ઇન્ગલીસ
આંઠડો પણ બનાવવામાં આવનાર છે જેના કારણે વધુ જમીન એક્વાયર કરવાની ફરજ પડશે.તો
બીજીબાજુ નવો ફિઝીબીલીટી રિપોર્ટ તૈયાર કરીને સંપાદન કરતી જમીન સામે બજાર કિંમતે
ખેડૂતને વળતર ચૂકવવા માટે માંગણી ખેડૂતો દ્વારા કરાઇ છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW