02/03/2024

આર્મી કેમ્પ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં બાઈક ચાલકનું મોત

0

Updated: Feb 12th, 2024


ગાંધીનગરમાં વધતા જતા અકસ્માતો વચ્ચે

માણસાના ધોળાકુવાનો યુવાન વલાદ ખાતે કંપનીમાં નોકરી પૂરી કરી ઘરે જઈ રહ્યો હતો તે સમયે અકસ્માતની ઘટના

ગાંધીનગર :  ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતમાં બનાવ વધી
રહ્યા છે ત્યારે ગાંધીનગર ચિલોડા હાઇવે ઉપર આર્મી કેમ્પ પાસે ગઈકાલે સાંજે
અકસ્માતની વધુ એક ઘટનામાં માણસાના ધોળાકુવા ગામના યુવાનનું મોત થયું હતું. બાઈક
લઈને પસાર થઈ રહેલા યુવાનને અજાણ્યો કાર ચાલક અડફેટે લઈને ફરાર થઈ ગયો હતો. જે
સંદર્ભ ચિલોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પાટનગર ગાંધીનગર શહેરના પહોળા રાજમાર્ગોની સાથે શહેર
આસપાસના અન્ય માર્ગો ઉપર છેલ્લા ઘણા સમયથી અકસ્માતની ઘટનાઓ વધી રહી છે અને તેમાં
પણ હવે હિટ એન્ડ રનના બનાવો સતત વધતા રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે ગઈકાલે હિટ એન્ડ
રનની વધુ એક ઘટનામાં માણસાના ધોળાકુવા ગામનો યુવાન મોતને ભેટયો છે.

જે અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે માણસના
ધોળાકુવામાં રહેતો યુવાન યોગેશ અરવિંદભાઈ પટેલ વલાદ ખાતે પાણીની ટાંકી બનાવતી
કંપનીમાં કામ કરતો હતો અને દરરોજ તેનું બાઈક લઈને અપ ડાઉન કરતો હતો. ગઈકાલે પણ તે
નિત્યક્રમ મુજબ કંપનીએ પહોંચ્યા બાદ સાંજે પરત ઘરે આવવા માટે નીકળ્યો હતો. તે વખતે
ચિલોડા ગાંધીનગર હાઇવે ઉપર આર્મી કેમ્પ પાસે પસાર થઈ રહ્યો હતો ત્યારે પૂર ઝડપે જઈ
રહેલી ઇનોવા કારના ચાલકે તેને અડફેટે લીધો હતો અને આ ગંભીર અકસ્માતમાં તેને ઇજાઓ
પહોંચતા તાત્કાલિક સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ
જવામાં આવ્યો હતો પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અકસ્માત સર્જીને
કારનો ચાલક ફરાર થઈ ગયો હતો ત્યારે આ ઘટના અંગે તેના કાકા પ્રકાશભાઈની ફરિયાદના
આધારે ચિલોડા પોલીસ દ્વારા ફરાર થઈ ગયેલા કાર ચાલકને શોધવા માટે દોડધામ શરૃ
કરવામાં આવી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW