02/03/2024

વડોદરાના જેતલપુર રોડ પરના મંદિરની દાનપેટીમાંથી રોકડા રૂપિયા ચોરી કરનાર પકડાયો

0

Updated: Feb 9th, 2024

image : Freepik

– ચોરી કરેલા રૂપિયામાંથી ખરીદેલો નવો મોબાઈલ ફોન પણ કબજે

વડોદરા,તા.09 ફેબ્રુઆરી 2024,શુક્રવાર

વડોદરાના જેતલપુર રોડ પર આવેલા કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાંથી દાન પેટી તોડી ચોરી કરનારા રોકીને પોલીસે ઝડપી પાડ્યો છે.

 ત્રણ દિવસ અગાઉ શહેરના જેતલપુર રોડ પર આવેલા કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં ઘુસીને ચોર દાન પેટી તોડી તેમાંથી અંદાજે 44 હજાર રૂપિયા રોકડાની ચોરી કરી ગયો હતો. જે અંગે પૂજારી દ્વારા અકોટા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

 દરમિયાન ડીસીબી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી તે દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે મૂળ યુપી અને હાલ નવા યાર્ડ આશાપુરીમાં રહેતા શાહનેઆઝમ ઉર્ફે પીચકો સમસુલ પઠાણને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી રોકડા 1,810 કબજે કરવામાં આવ્યા હતા. આરોપીએ દાન પેટીમાંથી ચોરી કરેલા રૂપિયામાંથી નવો મોબાઈલ ફોન ખરીદી લીધો હતો જે ફોન પણ પોલીસે કબજે લીધું છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW