02/03/2024

સ્થાયી સમિતિની બે દિવસની ગહન ચર્ચા બાદ બજેટ સામાન્ય સભાની મંજૂરી માટે રજૂ

0

Updated: Feb 8th, 2024

સુરત પાલિકા કમિશનરે રજુ કરેલા બજેટમાં સ્થાયી સમિતિના 155 કરોડના વધારા સાથે 8873 કરોડનું બજેટ મંજૂર

કમિશ્નરે રજુ કરેલા બજેટમાં કેપીટલ ખર્ચનું બજેટ 4121 કરોડમાં 106 કરોડનો વધારો કરી 4227 કરોડ કર્યા, રેવન્યુ ખર્ચમાં 49 કરોડના વધારા સાથે 4597 કરોડ કરવામાં આવ્યા

સુરત, તા. 08 ફેબ્રુઆરી 2024 ગુરુવાર

સુરત મહાનગરપાલિકા કમિશ્નરે રજુ કરેલા બજેટ પર સ્થાયી સમિતિએ બે દિવસની કરેલી ગહન ચર્ચા બાદ સ્થાયી સમિતિએ બજેટ મંજુર કરી સામાન્ય સભાની મંજુરીની અપેક્ષાએ મંજુર કર્યું છે. સુરત પાલિકા કમિશનરે રજુ કરેલા બજેટમાં સ્થાયી સમિતિના 155 કરોડના વધારા સાથે 8873 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે.કમિશ્નરે  રજુ કરેલા બજેટમાં કેપીટલ ખર્ચનું બજેટ 4121  કરોડમાં 106  કરોડનો વધારો કરી 4227 કરોડ કર્યા, રેવન્યુ ખર્ચમાં  49 કરોડના વધારા સાથે 4597 કરોડ કરવામાં આવ્યા છે. સ્થાયી સમિતિમાં આ બજેટ મંજુર ક4યા બાદ આગામી 20 ફેબ્રુઆરી પહેલાં સામાન્ય સભામાં રજુ કરી તેના પર ચર્ચા કરીને મંજુર કરવામાં આવશે. આ બજેટમાં  શાસકોએ 184.13 કરોડની રાહતની જાહેરાત કરવામાં આવી છે.

સુરત પાલિકા કમિશ્નર શાલિની અગ્રવાલે વર્ષ 2024-25 માટે  8718 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કર્યું હતું જેમાં 4121 કરોડના કેપીટલ કામ રજુ કરવામા આવ્યા હતા. પાલિકા કમિશ્નરે રજુ કરેલા બજેટ પર સ્થાયી સમિતિએ બે દિવસની ગહન ચર્ચા કરી હતી. આ ચર્ચા બાદ આજે સ્થાયી સમિતિએ બજેટને સામાન્ય સભાની મંજુરીની અપેક્ષાએ મંજુર કર્યું છે. બજેટ અંગે માહિતી આપતાં સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતુ ંકે, કમિશ્નરે રજુ કરેલા બજેટમાં બજેટમાં 155 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. જેને પગલે સુરત મહાનગર પાલિકાનું આગામી નાણાંકીય વર્ષના બજેટનું કદ વધીને 8873 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે.

શાસકો દ્વારા શહેરીજનો માટે તમામ ઝોન વિસ્તારોમાં નવા પ્રકલ્પો ઉભા કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લેક ગાર્ડનથી માંડીને સ્વીમીંગ પુલ, ક્રિકેટ ગ્રાઉન્ડ, બાગ – બગીચા અને ઓડિટોરિયમ સહિતની સુવિધાઓ શહેરીજનોને તબક્કાવાર મળશે.

આ ઉપરાંત હદ વિસ્તારણ બાદ આવેલા નવા વિસ્તાર એવા  કનકપુર ઝોનમાં સચિન, કનકપુર- કનસાડ, પારડી – કણદે, તલંગપોર, પાલી અને ઉંબેર સહિત આસપાસના વિસ્તારોમાં પાણીની સુવિધાને ધ્યાને રાખીને જીઆવ ખાતે નવા વોટર વર્ક્સનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં પણ અલાયદા વોટર સપ્લાય સિસ્ટમ ઉભી કરવા માટે મર્યાદિત ક્ષમતાનો ઈન્ટેક વેલ સહિત વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ બનાવવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે લિંબાયત ઝોનમાં વધતી જતી વસ્તીને ધ્યાને રાખી પાણી પુરવઠાની માંગને પહોંચી વળવા માટે પાણી પુરવઠા યોજનાને સુદ્રઢીકરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

કમિશ્નરના બજેટમાં 155 કરોડનો વધારો કરતા બજેટ 8873 કરોડ પર પહોંચ્યું છે જ્યારે કેપીટલ કામમાં 106 કરોડનો વધારો કરીને કેપીટલ કામ પહેલા 4121 કરોડ હતા તે વધીને 4597 કરોડ થઈ ગયાં છે. સ્થાયી સમિતિએ કેપીટલ કામમાં વધારો કર્યો છે તેના 106 કરોડ રુપિયા માટે સરકાર પાસે 80 કરોડ રુપિયાની ગ્રાન્ટ મેળવવામા આવશે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW