29/02/2024

સે-21 શોપિંગ સેન્ટરમાં બે દુકાનોના તાળા તૂટયા : 50 હજારની ચોરી

0

Updated: Feb 7th, 2024


ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત

રાત્રે ત્રાટકેલી તસ્કર ટોળકીએ જ્વેલર્સ અને ચશ્માની દુકાનને નિશાન બનાવી હતી ઃ વેપારીઓમાં ફફડાટ

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં તસ્કરોનો તરખાટ અટકવાનું નામ લેતો નથી
ત્યારે ગઈ રાત્રે શહેરના સેક્ટર-૨૧ શોપિંગ સેન્ટરમાં ત્રાટકેલા તસ્કરોએ જ્વેલર્સની
દુકાનના તાળા તોડીને ૫૦ હજારની રોકડ ચોરી લીધી હતી. જોકે બાજુમાં ચશ્માની દુકાનના
તાળા તોડયા હતા પરંતુ તેમાંથી મોટી રકમ મળી ન હતી. આ સંદર્ભે સેક્ટર ૨૧ પોલીસ
દ્વારા તપાસ શરૃ કરવામાં આવી છે.

પાટનગર ગાંધીનગર શહેર અને આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીના
બનાવો સતત વધી રહ્યા છે ત્યારે અગાઉ બનેલી ચોરીની ઘટનાઓના ભેદ ઉકેલાય નથી તેમ છતાં
શહેર અને આસપાસના વિસ્તારમાં તસ્કરો તેમના મનસુબા પાર પાડી રહ્યા છે શહેરના સેક્ટર
૨૧ ડિસ્ટ્રિક્ટ શોપિંગ સેન્ટરમાં ગઈકાલે રાત્રે તસ્કર ટોળકી ત્રાટકી હતી અને અહીં
શ્રીકૃષ્ણ જ્વેલર્સ નામની દુકાનના નિશાન બનાવી હતી જેના તાળા તોડીને તેમાંથી ૫૦
હજાર રૃપિયાની રોકડ ચોરી લેવામાં આવી હતી. તસ્કરો દ્વારા દુકાનમાં રહેલા લોકરને પણ
તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તેમાં સફળતા મળી ન હતી તો તસ્કરો દ્વારા
બાજુમાં આવેલી ચશ્માની દુકાનને પણ નિશાન બનાવવામાં આવી હતી અને તેના તાળા તોડી એક
મોબાઇલ અને ૫૦૦ની રોકડ ચોરવામાં આવી હતી. સવારના સમયે શોપિંગમાં પહોંચેલા
વેપારીઓને આ ઘટના અંગે જાણ થતા સેક્ટર ૨૧ પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી હતી.
જોકે પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને તપાસનો દોર શરૃ કર્યો હતો હજી સુધી આ મામલે
કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. ગાંધીનગરમાં વધી રહેલી ચોરીની ઘટનાઓને પગલે
વેપારીઓમાં પણ ફાફડાટ ફેલાઈ ગયો છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW