02/03/2024

પેટા ભાડૂઆતોને પકડવા આગામી સપ્તાહે ફ્લાઇંગ સ્કવોડની ત્રાટકશે

0

Updated: Feb 4th, 2024


કર્મચારી વર્તુળમાં ચર્ચાનો વિષય બનેલા

ઇવીક્શન કોર્ટમાં ૬૦ કેસનો નિકાલ થવાની સાથે પ્રતિક્ષાયાદીમાં આવાસોની ફાળવણી કરાશે ઃ તંત્ર દ્વારા પણ કરાઇ રહેલી પ્રતિક્ષા

ગાંધીનગર :  ગાંધીનગરમાં સ્થાનિક સંસ્થાથી લઇને સચિવાલય સુધી કર્મચારી
વર્તુળમાં ચર્ચાનો વિષય બનેલા સરકારી આવાસ મેળવીને પેટા ભાડે ચઢાવી દેવાના
કિસ્સામાં આવી ગેરરીતિ આચરનારાઓને પકડવા માટે આગામી સપ્તાહથી ફ્લાઇંગ સ્કવોડ
દ્વારા ફરી આકસ્મિક તપાસનો દોર શરૃ કરાશે. બીજી બાજુ ઇવીક્શન કોર્ટમાં ૬૦ કેસનો
નિકાલ થવાની સાથે પ્રતિક્ષાયાદીમાં આવાસોની ફાળવણી કરવાનો નિર્ણય લેવાતા તંત્ર
દ્વારા પણ રાહ જોવાઇ રહી છે.

સરકારી આવાસમાં પેટા ભાડુઆત અને અનધિકૃત કબ્જાના કિસ્સા શોધવા
અને તેમાં કાયદેસરની કાર્યવાહી કરવા પર સરકાર કક્ષાએથી જ આદેશ આપવામાં આવ્યા છે. જેના
પગલે આકસ્મિક તપાસ કરવા માટે પાટનગર યોજના વિભાગના અધિકારી
, કર્મચારીઓને સમાવતી
ફ્લાઇંગ સ્કવોડની રચના કરવામાં આવી છે. વધારામાં ફઅલાઇંગ સ્કવોડ માટે દર મહિને કરેલી
કાર્યવાહીનો વિગતવારનો અહેવાલ આપવાનું ફરજીયાત કરી દેવામાં આવ્યાની સાથે જ તેની કામગીરી
પર પણ નજર રાખ
?ા માટે વિભાગીય
નિરિક્ષણ સમિતિની રચના કરવામાં આવી હોવાથી આ દિશામાં નજરે દેખાતી પરીણામલક્ષી કામગીરીની
શરૃઆત તો થઇ ચૂકી છે. ગત મહિનામાં આવા ઘણા કિસ્સા પકડવામાં આવ્યા બાદ ચાલુ મહિનામાં
આ કામગીરી આગામી સપ્તાહથી શરૃ કરવા માટે તંત્ર સજ્જ બન્યુ હોવાની જાણકારી મળી છે.

દરમિયાન ઉપરોક્ત કાર્યવાહી થવાની સાથે ઇવીક્શન કોર્ટમાં પણ
ઝડપી પ્રક્રિયા હાથ ધરાય તેના માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. અધિકારી સુત્રો
દ્વારા જણાવવામાં આવ્યું કે આવા વધુમાં વધુ આવાસ જેટલી ઝડપે ખાલી થાય અને તંત્રને
કબ્જો મળે તેની સાથે તેની પ્રતિક્ષાયાદીમાં રહેલા કર્મચારીઓને ફાળવણી કરવામાં
આવશે. ઇવીક્શન કોર્ટમાં જ એવા ૬૧ કેસ છે. જેનો નિકાલ થાય તેની રાહ તંત્ર પણ જોઇ
રહ્યું છે. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW