02/03/2024

ચોરીના 12 બાઇકો સાથે 3 આરોપીઓ ઝડપાયા

0

Updated: Feb 4th, 2024

– ડાકોર, અમદાવાદ, મહુધામાંથી ચોરી કરી હતી

– ડાકોર પોલીસે પંચમહાલના ત્રણેય આરોપીને ઝડપી વધુ તપાસ આદરી

ડાકોર : ડાકોર પોલીસે ત્રણ બાઇક ચોરોને ઝડપી પાડી ચોરીની કુલ ૧૨ જેટલી બાઇકો કબજે કરી હતી. ડાકોર પોલીસ દ્વારા નડિયાદના સીસીટીવી ફૂટેજ મેળવી શંકાસ્પદોને ઝડપી પુછપરછ કરી હતી. 

આરોપીઓ પંચમહાલ જિલ્લાના હોવાનું જાણવા મળે છે.આરોપીઓએ અમદાવાદ, મહુધા અને ડાકોરમાંથી બાઇકો ચોરી હોવાની કબુલાત કરી હતી. આ કેસમાં પોલીસે કલ્પેશભાઈ ઉદભાઈ  દલશુખ પરમાર  (ઉ.૨૭ વર્ષ રહે ખેરાલુ), રાજેશભાઈ કાળુભાઇ નટવરભાઈ ખાટ  (ઉ.૨૪ રહે ખેરાલુ ) અને  અનીલ ભાઈ રમેશભાઈ હીરાભાઈ ભાઈ માછી (ઉ.૨૫ રહે  વલ્લભપુરા નવધરા ફળિયું શહેરા ) આ ત્રણે એ પંચમહાલ જિલ્લા ના રહેવાસી હતા ડાકોર પોલીસના પીઆઇ વી.બી.મંડોળા દ્વારા તાપસ હાથ ધરવામાં આવી હતી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW