01/03/2024

કપડવંજ તાલુકામાંથી ગેરકાયદે રેશન લેતાં 63 રેશનકાર્ડ ધારકો પકડાયા

0

Updated: Feb 4th, 2024

– પુરવઠા વિભાગે તપાસ હાથ ધરતા

– જરૂરીયાતમંદોને એનએફએસએનો લાભ મળતો નથી ત્યારે માલદારોને અનાજ મળતા ગ્રાહકોમાં રોષ

કપડવંજ : કપડવંજ શહેર તથા તાલુકામાંથી એનએફએસએ હેઠળ પાત્રતા ના ધરાવતા હોય તેવા ૬૩ રેશનકાર્ડ ધારકો રેશનકાર્ડ પરથી અનાજ લેતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ત્યારે આ અંગે વધુ તપાસ હાથ ધરાઈ છે. નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ પાત્રતા ધરાવતા ના હોવા છતાં રેશનિંગની દુકાનોમાંથી રેશનકાર્ડ પર અનાજ લેતા હોય તેવા કપડવંજ તાલુકાના ૬૩ કાર્ડ ધારકો કપડવંજ પુરવઠા વિભાગની તપાસમાં સામે આવ્યા છે. આ બાબતે પુરવઠા મામલતદાર નિમેષ ચાવડાએ જણાવ્યું હતું કે, કપડવંજ શહેર તથા તાલુકાના રેશનકાર્ડ ધારકોની તપાસ કરવામાં આવતા પકડાયેલા રેશનકાર્ડ ધારકોની યોગ્ય તપાસ કરી તેઓની વિરૂદ્ધ ફોજદારી તેમજ દંડનીય કાર્યવાહી, તેમજ પી.ડી.એસ. કંટ્રોલ ચાર્ટડ-૨૦૦૦ તથા સુધારા નિયમો ફૂડ સિક્યોરિટી એક્ટ ૨૦૧૩ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. એક તરફ જરૂરિયાતમંદોને આ યોજના હેઠળ લાભ મળતો નથી ત્યારે બીજી તરફ માલદારો આ યોજનાનો ભરપુર લાભ ઉઠાવી રહ્યાં હોય તેવું તપાસમાં ખુલ્યું છે. સરકારી યોજનાનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચતો નથી. ત્યારે પુરવઠા વિભાગમાં લોલમલોલ સામે આવી છે. રેશનકાર્ડની દુકાનોમાંથી સરકારી અનાજને સગેવગે કરાતો હોવાના કિસ્સાઓ ભૂતકાળમાં સામે આવ્યા છે. 

ત્યારે સરકાર દ્વારા આ અંગે તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.   

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW