01/03/2024

વિશ્વનો સૌથી લાંબો 38 કિલોમીટરનો રિવરફ્રન્ટ ‘ટ્રાયસિટી’ની ઓળખ બનશે

0

Updated: Feb 3rd, 2024


– દાયકામાં GSDPનું 15 ટકા દેવું ધરાવતા રાજ્યનું ત્રણ મોટા રાજ્યોમાં સ્થાન

– નાણામંત્રીનું ગરવું, ગુણવંતુ, ગ્રીન, ગ્લોબલ અને ગતિશીલ ગુજરાત માટેનું સર્વગ્રાહી 5-G  બજેટ છે : મુખ્યમંત્રી

ગાંધીનગર : ગુજરાતના ૨૦૨૪-૨૫ના વર્ષના બજેટને આવકાર આપતાં રાજ્યના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગરવું, ગુણવતું, ગ્રીન, ગ્લોબલ અને ગતિશીલ ગુજરાત માટેનું સર્વગ્રાહી 5-G  બજેટ છે. આગામી વર્ષ માટે બજેટમાં ૧૦ ટકાનો વધારો કરી ૩.૩૨ લાખ કરોડનું કદ કરવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે વિશ્વનો સૌથી લાંબો ૩૮ કિલોમીટરનો સળંગ સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ-ગાંધીનગર ગિફ્ટ સિટીની ટ્રાયસિટી તરીકે નવી ઓળખ બનશે. પોષણ-આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહિત કરવાના એપ્રોચ સાથે ત્રણ નવી યોજના નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમોશ્રીથી કિશોરીઓની ભૂમિકા મહત્વની બનશે.

મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ગુજરાતના ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ એક્ટ પ્રમાણે વિધાનસભાએ સરકારને જીએસડીપીના ૨૪ ટકા સુધી દેવું વધારવા માટે છૂટ આપેલી છે તેમ છતાં સરકારે જીએસડીપીના માત્ર ૧૫.૧૭ ટકાનો જ ઉપયોગ કર્યો છે, જ્યારે દેશના ૨૧ રાજ્યોનો આંકડો ૨૭ ટકા કરતાં વધી જાય છે. સૌથી ઓછાં દેવાં ધરાવતા દેશના ત્રણ મોટા રાજ્યોમાં ગુજરાતે સ્થાન મેળવ્યું છે.

નાણામંત્રીએ રજૂ કરેલા બજેટના પ્રત્યાઘાત આપતાં મુખ્યમંત્રીએ કહ્યું કે આ બજેટમાં શહેરોના વિકાસ માટે સાત નગરપાલિકાઓ નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર-વઢવાણને મ્યુનિસિપલ કોર્પોરેશનનો દરજ્જો આપવામાં આવ્યો છે. એકંદરે સર્વાંગી વિકાસથી વિકસિત ગુજરાતને ૨૦૪૭નું દિશાદર્શન કરનારૃં મહેસૂલી પુરાંતવાળું બજેટ છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW