02/03/2024

રાજ્યનું જાહેર દેવું બજેટના કદ કરતાં વધારે, રૂ. 3,77,962 કરોડ પહોંચશે

0


– કેન્દ્રની લોનનું પ્રમાણ ઘટયું પણ બજાર લોનનું પ્રમાણ 83.63 ટકા

– વર્તમાન નાણાંકીય વર્ષમાં જાહેર દેવાની રકમ 3.38 કરોડ થઇ છે, માર્ચ 2024ના અંતે 39000 કરોડનો વધારો થવાનો અંદાજ

ગાંધીનગર : ગુજરાતમાં જાહેર દેવાની રકમમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. રાજ્ય સરકાર દાવો કરે છે કે દેવાની નિયત ૨૭ ટકા સામે માત્ર ૧૫ ટકા દેવું કરવામાં આવે છે પરંતુ આંકડાકીય રીતે જોતાં માર્ચ ૨૦૨૪ના અંતે ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને ૩૭૭૯૬૨ કરોડ થવાની ધારણા બાંધવામાં આવી છે.

રાજ્યના નાણાં વિભાગના પ્રકાશનમાં જણાવ્યા પ્રમાણે જાહેર દેવું એકંદર ઘરગથ્થું ઉત્પાદનના ૧૫.૩૪ ટકા જેટલું છે. જાહેર દેવાના ઘટકોમાં બજાર લોન-પાવર બોન્ડ, કેન્દ્રની લોન-પેશગી, નાણાંકીય સંસ્થાઓની લોન, એનએસએસએફ લોનનો સમાવેશ થાય છે જે પૈકી દેવાના ઘટકમાં ફેરફાર નોંધાયો છે. જેમાં કેન્દ્ર સરકારની લોનનું પ્રમાણ ૧૧.૮૭ ટકાથી ઘટીને ૩.૯૦ ટકા થયું છે.

એવી જ રીતે એનએસએસએફ લોનનો હિસ્સો ૫૧.૫૯ ટકાથી ઘટીને ૭.૩૫ થયો છે, જ્યારે બજાર લોનનો હિસ્સો ૩૨.૨૦ ટકાથી વધીને ૮૩.૬૩ ટકા થયો છે જે બજાર લોન પર વધતી નિર્ભરતા પર પ્રકાશ પાડે છે. રાજ્યના દેવાં-પોર્ટફોલિયો પરથી જાણવા મળે છે કે વર્ષ ૨૦૨૨-૨૩માં ૩૩૮૪૭૬ કરોડના કુલ જાહેર દેવામાં બજાર લોનનો ૮૩.૬૩ ટકા જેટલો મોટો હિસ્સો છે. સરકારે ૨.૮૩ લાખ કરોડની બજાર લોન લીધી છે.

ગુજરાતમાં દેવા અંગેનું ખર્ચ ૨૦૦૪-૦૫માં ૧૦.૭૯ ટકા હતું જે ઘટીને ૨૦૨૨-૨૩માં ૭.૬૦ ટકા થયું છે અને તે ૨૦૨૩-૨૪માં ઘટીને ૭.૪૫ ટકા થવાની અપેક્ષા છે. જો કે એનએસએસએફ લોન કે જેનું પ્રમાણ કુલ જાહેર દેવામાં ૭.૩૫ ટકા જેટલું છે તે તેના ઉંચા વ્યાજદરના કારણે રાજ્ય સરકારના નાણાકીય ભારણ બની રહ્યું છે. મહેસૂલી આવકની ટકાવારી તરીકે જાહેર દેવાં પર વ્યાજની ચૂકવણી ૨૦૨૩-૨૪માં ૧૧.૬૮ ટકા થઇ છે જે અગાઉના વર્,માં ૧૧.૭૬ ટકા હતી.

બજેટમાં મહત્ત્વની  જાહેરાતો 

* નમો લક્ષ્મી યોજના

* નમો સરસ્વતી યોજના

* નમોશ્રી

* જનરક્ષક યોજના

* આંગણવાડી ૨.૦

* નિર્મળ ગુજરાત ૨.૦

* ૦થી ૧૭ વર્ષના લોકોને સંત સુરદાસ યોજનાનો લાભ મળશે

* નવસારી,ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગર, વઢવાણને મહાનગર પાલિકાનો દરજ્જો

* ૪૦ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવનારાને માસિક પેન્શન મળશે

* શ્રમિક અન્નપૂર્ણા યોજનાના વધુ ૧૦૦ કેન્દ્રો શરૂ કરાશે

* આશા વર્કરોને પ્રસુતિ દીઠ ૩ હજાર પ્રોત્સાહન રકમ અપાશે

* ગાંધીનગર, રાજકોટ, સુરતમાં કાર્ડિયાક સેન્ટર શરૂ કરવા નિર્ણય

* બાવળા અને કામરેજમાં ૩૦૦ બેડની હોસ્પિટલ શરૂ કરવામાં આવશે

* ૩૩૦૦ એકરમાં વિસ્તરણ કરીને ગિફ્ટસિટીને પ્લાન્ડ ગ્રીન સિટી તરીકે વિકસાવાશે.

*  સ્પેસ મેન્યુફેકચરીંગ કંપનીઓને આકર્ષવા માટે પેલોડ સેટેલાઇટ માટે ડિઝાઇન,ઉત્પાદન અને પરીક્ષણની સુવિધા ઉભી કરાશે

* ઉદ્યોગો માટે ગુજરાત સ્પેશિયલ એન્ટરપ્રાઇઝ ફંડની રચના કરાશે

ગુજરાતનું જાહેર દેવું વર્ષવાર કેટલું છે…

વર્ષ

દેવું (કરોડમાં)

૨૦૧૮

૨૧૨૫૯૧

૨૦૧૯

૨૪૦૩૦૫

૨૦૨૦

૨૬૭૦૯૫

૨૦૨૧

૨૯૮૮૧૦

૨૦૨૨

૩૦૮૩૦૨

૨૦૨૩

૩૩૮૪૭૬

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW