02/03/2024

મેઘપર-બો.માં સેન્ટ્રિંગ કામ કરતાં લેબરની તેના મિત્રએ જ ગળે ટૂંપો આપી હત્યા કરી

0

– રાત્રે બંને આરોપીઓએ મૃતક યુવાન સાથે ઝઘડો કર્યા બાદ હત્યા કરી નાંખીઃ એક આરોપી ઝડપાઈ ગયો

Updated: Feb 3rd, 2024

ગાંધીધામ, તા. ૨ 

અંજાર તાલુકાનાં મેઘપર-બો. બાંધકામ થઈ રહેલા મકાનમાં સેંટિંગનું કામ કરતાં મજૂરને તેની સાથે જ રહેતા અન્ય બે મજૂરો દ્વારા ગળે ટૂંપો આપી હત્યા કરી નાખવામાં આવી હતી. રાત્રે ત્રણેય લેબર વચ્ચે ઝઘડો થયા બાદ બે શખ્સોએ યુવાનને માર માર્યો હતો. જે બાદ રાત્રી વચ્ચે જ યુવાનને ગળે ટુપો દઈ હત્યા કરી નાખી બંને શખ્સો નાસી ગયા હતા. જે પૈકીનાં એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો. 

આ અંગે અંજાર પોલીસ માથકે મેઘપર-બો.ની સ્કાયવન સોસાયટીમાં બાંધકામ કરવામાં આવતા મકાનોની ઠેકેદારી કરતાં અમરતલાલ પેાથાભાઇ સોરઠિયાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, સ્કાયવન સોસાયટીના મકાન નં. ૯માં સેંટિંગ કામ ચાલી રહ્યું હોવાથી ત્યાં સુપૌલ, બિહારનો રોશનકુમાર શિવનારાયણ કામત, રામપ્રસાદ મુખિયા અને ઝારખંડનો ધર્મેન્દ્ર સાથે રહેતા હતા. દરમિયાન રાત્રિના સમયે ત્રણેય મજૂરોમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો. જેમાં રામપ્રસાદ અને ધર્મેન્દ્રએ રોશનકુમારને માર માર્યો હતો. જે બાબતની જાણ રોશનકુમારે તેની માતાને ટેલિફોન મારફતે કરી હતી. જે બાદ બંને આરોપીઓએ રાત વચ્ચે જ રોશનકુમારને ગળે ટૂંપો આપી તેની હત્યા કરી નાખી હતી અને હત્યા કરી નાખ્યા બાદ બંને આરોપીઓ નાસી ગયા હતા. જ્યારે ફરિયાદી સવારે સેંટિંગનો સામાન ઉતારવા ગયા ત્યારે રોશનકુમારનો મૃતદેહ મળી આવ્યો હતો. જેાથી અંજાર પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે તાત્કાલિક ટેકનિકલ સર્વેલન્સ મારફતે બે પૈકીનો એક આરોપી જે કચ્છ બહાર નાસી ગયો હતો તેને ઝડપી લીધો હતો. જોકે તેની વિિધવત ધરપકડ ન કરવામાં આવી હોવાથી પોલીસે આ બાબતે કોઈ ખુલાસો કર્યો ન હતો.  

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW