ગુજરાતમાં રોડ અકસ્માતની બે ઘટના, ચાર લોકોના મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

0

લીંબડી-અમદાવાદ અને જામનગર-દ્વારકા હાઈવે પર સર્જાયો અકસ્માત

Updated: Feb 3rd, 2024


Accident in Gujarat: ગુજરાતમાં હાઈવે પર અકસ્માતની ઘટનામાં દિવસને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વધુ બે અક્સ્માતની ઘટના બની છે, જેમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે 20 કરતા પણ વધારે લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

લીંબડી-અમદાવાદ હાઈવે પર સર્જાયો અકસ્માત

પ્રાથમિક વિગતો મુજબ આજે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર બંધ પડેલા ડમ્પર પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતા બે લોકોના કમકમાટી ભર્યા મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ લીંબડી પોલીસ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ ઈજાગ્રસ્તોનો સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. 

જામનગર-દ્વારકા હાઈવે પર અકસ્માતની ઘટના બની

અન્ય એક અકસ્માતની ઘટના જામનગર-દ્વારકા હાઈવે પર બની છે જેમાં બેના મોત થયા છે. માહિતી અનુસાર,મૃતક યુવક-યુવતીના બે મહિના બાદ લગ્ન થવાના હતા તેઓ પરિવાર સાથે દ્વારકા જવા નીકળ્યા હતા. આ દરમિયાન ધુમ્મસના કારણે કાર પુલ નીચે ખાબકતા યુવક-યુવતીનું મૃત્યુ નીપજ્યું હતું.  

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW