02/03/2024

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાત પોલીસમાં ધરખમ બદલીઓ, 594 PSI અને 232 PIની બદલી

0

43 હથિયારધારી અને 551 બિન હથિયારધારી પીએસઆઈની એકસાથે બદલી

આ ઉપરાંત 232 બિન હથિયારધારી પીઆઈની બદલીના આદેશ

Updated: Feb 1st, 2024

PSI and PI Transfer in Gujarat : દેશમાં આગામી સમયમાં લોકસભા 2024ની ચૂંટણી યોજાનાર છે. ત્યારે રાજ્યના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર થઈ રહ્યા છે અને સરકારી અધિકારીઓની બદલીઓનો દોર ચાલી રહ્યો છે. ગઈકાલે  નાયબ સચિવ કક્ષાના અને તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરાયા બાદ હવે ગુજરાત પોલીસમાં મોટાપાયે બદલી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ અને મામલતદારોની બદલી કરવામાં આવી હતી.

રાજ્યમાં PI, PSIની બદલી કરવામાં આવી

લોકસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત 43 હથિયારધારી પીએસઆઈ, 551 બિન હથિયારધારી પીએસઆઈની એકસાથે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત 232 બિન હથિયારધારી પીઆઈની બદલીના આદેશ આપવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગે આ બદલીઓના આદેશ કર્યા છે. પોલીસ અધિકારીઓને એક શહેરથી બીજા શહેર મોકલાયા છે. હવે આઈપીએસ અધિકારીઓની પણ બદલી થવાની શક્યતા છે. આ ઉપરાંત પોલીસ તંત્રમાં ધરખમ ફેરફારો આવનારા દિવસોમાં થાય તો નવાઈ નહીં. 

43 હથિયારધારી PSIની બદલી

232 બિન હથિયારધારી PIની બદલી

આ ઉપરાંત 551 બિન હથિયારી PSIની બદલી કરવામાં આવી છે

અગાઉ પણ અનેક અધિકારીઓની બદલી કરાઈ હતી

ગઈકાલે રાજ્ય સરકારના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 18 નાયબ સચિવ કક્ષાના વર્ગ-1ના અધિકારીઓની બદલીના આદેશ કરાયા છે. તો ગુજરાત વિકાસ સેવા વર્ગ-2ના તાલુકા વિકાસ અધિકારી સંવર્ગ તરીકે ફરજ બજાવતા 25 તાલુકા વિકાસ અધિકારીઓની પણ બદલી કરાઈ છે. તેમજ આ તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી વહીવટી હિતમાં બદલી કરાઈ છે. અગાઉ રાજ્ય સરકાર દ્વારા રાજ્યભરમાંથી કુલ 50 IAS અધિકારીઓની બદલી કરાઈ હતી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW