01/03/2024

ગુજરાતના અનેક પોલીસ અધિકારીને રાષ્ટ્રપતિ મેડલ મળશે, પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ જાહેરાત

0


Gallantry Awards : 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અને સેવા મેડલોની જાહેરાત કરી છે. ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યાદી અનુસાર આ વર્ષે પોલીસ, ફાયર સર્વિસ, હોમગાર્ડ, સિવિલ ડિફેન્સના 1132 કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. ગુજરાતના બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટ મેડલ જ્યારે 15 પોલીસ કર્મચારીઓને વિશિષ્ટ સેવા મેડલ એનાયત કરવામાં આવશે.

ગુજરાતના  બે અધિકારીઓને પ્રેસિડેન્ટલ મેડલ એનાયત થશે

ગુજરાત સહિત દેશભરમાં 26 જાન્યુઆરી એટલે કે આવતીકાલે 75માં પ્રજાસત્તાકની ઉજવણી કરવામાં આવશે. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પોલીસની વિશિષ્ઠ સેવાઓ અને કામગીરીને આધારે તેઓને મેડલ એનાયત કરવામાં આવશે. કેન્દ્ર સરકાર તરફથી મળતી માહિતી મુજબ ગુજરાત પોલીસના બે પોલીસ અધિકારીઓને પ્રેસિડેન્ટલ મેડલ મળવાના છે. જ્યારે 15 પોલીસ અધિકારી કર્મચારીઓને તેમની વિશિષ્ટ સેવા બદલ મેડલ એનાયત કરવામાં આવશે. જે બે પોલીસ અધિકારીને પ્રેસિડેન્ટલ મેડલ મળવાના છે, તે ડીવાયએસપી શશી ભૂષણ શાહ અને એએસઆઈ પ્રદીપ મોઘે છે. 

ગુજરાતના ક્યા જવાનને મળશે મેડલ

અમદાવાદ રેન્જના પ્રેમવીર સિંહ

 અમદાવાદ શહેર ટ્રાફિકના એડી. કમિશનર નરેન્દ્ર ચૌધરી

 આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ કિરીટકુમાર ચૌધરી

 આર્મ્ડ ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટ ભમરાજી જાટ

 અનઆર્મ્ડ ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટ ભગીરથસિંહ ગોહિલ

 ASI જાલુભાઈ દેસાઈ

 ASI જયેશભાઈ પટેલ

 ASI શૈલેષકુમાર દુબેને મેડલ એનાયત 

 અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર દિલીપસિંહ ઠાકોર

 અનઆર્મ્ડ આસીસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર અલતાફ પઠાણ

 અનઆર્મ્ડ આસિસ્ટન્ટ સબ ઈન્સપેક્ટર અભેસિંહભાઈ રાઠવા 

 અનઆર્મ્ડ હેડ કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ ડોડીયા

 PSI કમલેશભાઈ ચાવડાને મેડલ એનાયત 

 PSI યોગેન્દ્રસિંહ ચાવડાને મેડલ એનાયત 

 PSI શૈલેષ કુમાર પટેલને મેડલ એનાયત Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW