29/02/2024

ફિજીયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી પત્નીનો અભ્યાસ છોડાવતા અભયમ દ્રારા પતિને સમજાવ્યા

0

Updated: Jan 24th, 2024

વડોદરા,તા.24 જાન્યુઆરી 2024,બુધવાર

ફિજીયોથેરાપીસ્ટનો અભ્યાસ કરતી પત્ની નો અભ્યાસ ચાલુ રાખવાની અતિ અગત્ય ની કામગીરી અભયમ 181 મહિલા હેલ્પ લાઇન વડોદરા દ્રારા કરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાનુ દંપતિ વડોદરા રોજગારી માટે સમાં વિસ્તારમાં રહેતા હતાં. પતિ છૂટક મજૂરી કરતા જ્યારે પત્ની ધોરણ 12 પાસ હોવાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં નોકરી કરતા હતાં. પતિને મોરબી કામ મળતાં કેટલાંક સમય થી મોરબી રહે છે જ્યારે પત્ની હોસ્પીટલમાં વડોદરા રહી હોસ્પીટલમાં જોબ કરતા હતા. આ દરમિયાન પત્ની એ ફિજીયોથેરાપિસ્ટનો અભ્યાક્રમમાં જોડાયા હતાં અને હવે છેલ્લા વર્ષમાં છે. તેઓનો અભ્યાસનો ખર્ચ પોતાની જાતે કરે છે.

થોડા દીવસ થી પતિ આવેલ અને હવે આગળ ભણવું નહી અને મારી સાથે મોરબી ચાલ ત્યાં આવક વધારે છે તેમ કહી દબાણ કરતા હતા. પત્નીએ જણાવેલ કે મારુ છેલ્લું વર્ષ છે પછી આવીશ પરતું પતિ જીદે ચડતા મદદ માટે અભયમની મદદ માંટે કોલ કરેલ. અભયમ કાઉન્સેલર પતિને સંવેદન શીલતા થી સમજાવેલ કે આટલા વર્ષે આપે ધીરજ રાખી છે તો થોડો વધારે સમય આપો આં છેલ્લું વર્ષ છે. મજૂરી કરી ગુજરાન ચલાવો છો પરતુ પત્નીને યોગ્ય જોબ મળે તો પરિવાર આગળ આવશે.

આમ અસરકારક કાઉન્સિલીંગ દ્રારા પતિને સમજાવવામાં સફળતા મળી હતી અને પરીક્ષા અપાય તેટલો સમય આપવાં સંમત થયા હતાં. આમ પત્નીને અભ્યાસ પૂરો કરવાની તક મળતાં તેણી એ અભયમ ટીમનો ખુબ આભાર માન્યો હતો.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW