સુરત રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના રંગે રંગાયું : હોસ્પિટલ, મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે બન્યા રામમય

0

Updated: Jan 22nd, 2024


– સુરતમાં મહાદેવજીનું મંદિર હોય કે માતાજીનું દરેક જગ્યાએ ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ ઉજવણી, મહા આરતી સાથે મહા પ્રસાદી અને ભજનના કાર્યક્રમો 

સુરત,તા.22 જાન્યુઆરી 2024,સોમવાર

અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જ સુરત પણ મીની અયોધ્યા બની ગયું હોય તેવો માહોલ ઉભો થયો હતો. સુરત પ્રાણ પ્રતિષ્ઠાના રંગે રંગાતા દરેક જગ્યાએ જય શ્રી રામ જય શ્રી રામ સાંભળવા મળતું હતું. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે જ સુરતની હોસ્પિટલ હોય કે મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે રામ મય બની ગઈ હતી. આજે સુરતમાં મહાદેવજીનું મંદિર હોય કે માતાજીનું દરેક જગ્યાએ ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવ જ ઉજવણી કરવામાં આવી હતી. આજના દિવસે શહેરના મંદિર અને સોસાયટીઓમાં મહા આરતી સાથે મહાપ્રસાદી અને ભજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિરમાં વડાપ્રધાનની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા  કરવામાં આવી હતી તેની સાથે જ સુરત સહિત દેશ રામ મય બની ગયો હતો. આમ તો સુરતની હોસ્પિટલમાં કોઈ પ્રકારના તહેવારની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવતી નથી પરંતુ આજે રામ મંદિરનો ફિવર હોસ્પિટલોમાં પણ જોવા મળ્યો હતો. શહેરની અનેક હોસ્પિટલોને પણ રામ મંદિરની જેમ શણગારવામાં આવ્યું હતું. હોસ્પિટલોમાં પણ મંદિરની જેમ દિવા સાથે રંગોળી અને હાર તોરા કરવામા આવ્યા હતા.રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ના કારણે સુરતની અનેક હોસ્પિટલો પણ મંદિર જેવી બની ગઈ હતી.

શહેરની હોસ્પિટલો સાથે સાથે શહેરના મંદિરોમાં પણ આજે ભગવાન શ્રી રામની બોલબાલા જોવા મળી હતી. શહેરમાં મંદિર શિવજીનું હોય કે માતાજીનું કે હનુમાનજીનું કોઈ પણ મંદિરમાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી. મંદિરમાં  એલઈડી મુકીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ કરવામાં આવ્યું હતું અને દરેક મંદિરો જય શ્રી રામના નારા સાથે ગુંજી ઉઠ્યા હતા. આ ઉપરાંત આજે મંદિરોમાં મહા આરતી, હનુમાન ચાલીસા. સુંદર પાઠ, સહિત અનેક ધાર્મિક કાર્યક્રમો અને મહા પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આમ આજે સુરતમાં મંદિર- હોસ્પિટલ  અને કોમર્શિયલ સ્થળ સહિત  મોટાભાગના વિસ્તારો રામ મય બની ગયા હતા અને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના રંગે રંગાયા હતા.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW