01/03/2024

જામનગર શહેરમાં જુદા જુદા સ્થળોએથી 6 મોબાઇલની ચોરી કરનાર સીટી સી. ડિવિઝન પોલીસના હાથે ઝડપાયો

0

Updated: Jan 21st, 2024

Image Source: Freepik

જામનગર, તા. 21 જાન્યુઆરી 2024, રવિવાર

જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધરી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી છ જેટલા મોબાઈલ ફોનની ચોરી કરનાર તસ્કરને ઝડપી લીધો છે, અને તેની પાસેથી ચોરાઉ મોબાઇલ ફોન કબજે કર્યા છે.

 જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા શહેરમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું, દરમિયાન હાપા વિસ્તારમાં રહેતો બ્રિજેશ ઉર્ફે વિજય પ્રેમજીભાઈ કોળી કે જે આંબેડકર બ્રિજ નીચે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહ્યો હોવાથી તેને અટકાવીને તલાસી લેતાં તેની પાસેથી જુદા જુદા છ નંગ મોબાઈલ ફોન મળી આવ્યા હતા.

 તે તમામ મોબાઇલ ફોન ચોરી કરીને અથવા તો છળકપટ થી  મેળવેલા હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું, અને તેના કોઈપણ પ્રકારના બીલ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો.આથી પોલીસે રૂપિયા ૪૨ હજારની કિંમતના છ નંગ મોબાઈલ ફોન શકપડતી મિલકત તરીકે કબ્જે કરી લીધા છે, અને બ્રિજેશ ઉર્ફે વિજય કોળી ની અટકાયત કરી લઈ તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW