02/03/2024

વડોદરા: નશામાં ધૂત થઈને આવેલા બનેવીએ પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો

0

Updated: Jan 18th, 2024

Image Source: Freepik

વડોદરા, તા. 18 જાન્યુઆરી 2024 ગુરૂવાર

વડોદરાના એક ગામમાં નશામાં ધૂત થઈને આવેલા બનેવી દ્વારા 24 વર્ષીય પરિણીતા પર બળાત્કાર ગુજાર્યો હતો. પરણીતાને પેટમાં અસહ્ય દુખાવા સહિતની તકલીફ થતા એસએસજીમાં સારવાર માટે ખસેડાઇ હતી. ગોત્રી પોલીસે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

વડોદરાના એક ગામ માં રહેતી 24 વર્ષીય પરીણિત યુવતીના પતિ સહિત સાસુ અને સસરા બહાર ગયા હતા. તે દરમિયાન પરિણીતા બુધવારે ઘરે એકલી હોય પોતાના કામ કરવા ગઈ હતી. ત્યારે બનેવીએ પરિણીતાને ફોન કરીને અડધો કલાક માટે ઘરે બોલાવી હતી. જેવી પરિણીતા બપોરના 1 વાગ્યાના અરસામાં ઘરમાં આવી કે બનેવી પણ તેની પાછળ આવ્યો હતો. બનેવી નશો કરેલી હાલતમાં હોય પરિણીતાના કપડાં કાઢી નાખ્યાં હતા અને બળજબરી પૂર્વક શાડાવેલી સાથે શરીર સબંધ બાધ્યો હતો. સાંજના સમયે પરિણીતાની સાસુ આવતા પુત્રવધૂએ તેના પર બનેવીએ બળાત્કાર ગુજાર્યો હોવાની હકીકત જણાવી હતી. દરમિયાન પરિણીતાને પેટમાં દુખાવો સહિત મહિલાને વધુ તકલીફ થતા સયાજી હોસ્પીટલમાં ખસેડાઇ હતી.ગોત્રી પોલીસે બળાત્કારની ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW