02/03/2024

ઉત્તરાયણનો ઉમંગઃ સોમનાથમાં મહાદેવને સફેદ તલના શ્રૂંગાર થયા

0

Updated: Jan 16th, 2024


મોબાઈલમાં ઝૂકી જતી ગરદનને ઉચી કરી આકાશ ભણી નજર માંડી : પુરાણો,શાસ્ત્રોમાં તલનું ખૂબ મહત્વ, પંખીઓનું વિચારી ઘણા લોકો બપોર સુધી પતંગ ઉડાડી સાંજે ફરવા ઉપડયા

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં ગઈકાલે પતંગોત્સવ અને આજે પૂણ્યોત્સવ ઉજવાયો હતો. રવિવારે રજાની ભરપૂર મજા પાણીને આજે દાનની સરવાણી વહી હતી. સૌરાષ્ટ્રના સુપ્રસિધ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે સોમવારે મકરસંક્રાંતિના પૂણ્ય કાળમાં સૂર્યપૂજા, ગૌ પૂજા તથા મહાદેવને શ્રૂંગાર,અભિષેકમાં મહદ્અંશે સફેદ તલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 

હજારો વર્ષ પૂર્વે ભારતના પૌરાણિક વિજ્ઞાાન શાસ્ત્રોમાં તલનું અનેરૂં મહત્વ જોવાયું છે. વિષ્ણુ પુરાણ, પદ્મપુરાણમાં તલને ઔષધ તરીકે વર્ણવાય છે. મત્સ્ય,લિંગ પુરાણમાં પણ તેવનું વર્ણન છે તો શિવપુરાણમાં તલનું દાન કરવાનું મહત્વ છે. પિતૃકાર્યથી માંડીને ધર્મકાર્યમાં, ગરૂડ પુરાણમાં તલનું મહત્વ છે. આયુર્વેદમાં તલને વાત,પિત,કફના વિકારો દૂર કરનાર કહેવાયા છે. આ વાત જાણીને કે નહીં જાણીને પણ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણની પરંપરા મૂજબ ઘરે ઘરે તલની ચીકી ખાવામાં આવી હતી. 

સવારે ઠંડી હોવાથી રાજકોટ સહિત શહેરોમાં લોકો મોડેથી પતંગ ઉડાડવા અગાશી પર ગયા હતા.પંખીઓને બચાવવા અપીલના પગલે અનેક લોકોએ બપોર સુધી પતંગ ઉડાડી સાંજનો સમય બહાર હરવા ફરવામાં સપરિવાર વિતાવી મોજ કરી હતી.તો અનેક લોકો બપોર પછી જ પતંગ ઉડાડવા અગાશીએ પહોંચ્યા હતા.એકંદરે રોજ મોબાઈલમાં વ્યસ્ત રહેતા લોકો આ એક દિવસ ગરદન ઉંચી કરીને આકાશ ભણી મીટ માંડી હતી. 

રાજકોટ ઉપરાંત ખંભાળિયા, ઉપલેટા, ગોંડલ, જામનગર, અમરેલી, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ધ્રોલ સહિત સૌરાષ્ટ્રભરથી અહેવાલો મૂજબ ઠેરઠેર પતંગોત્સવ ખૂબ આનંદ ઉલ્લાસથી મનાવાયો હતો. બપોરના સમયે ઉંધિયુ-પૂરી, જલેબીનું મેનુ મોટાભાગના ઘરોમાં ફીક્સ થયેલું જોવા મળ્યું હતું. સાંંજે ફિલ્મો જોવા, ફરવા અને હોટલમાં જમવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા ટ્રાફિક જામ થયો હતો. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW