29/02/2024

વડોદરા કોર્પોરેશનના આરોગ્ય ખાતા માટે 554 હેલ્થ વર્કરની ભરતી માટે ઉમેદવારોની પ્રોવિઝનલ યાદી જાહેર

0

Updated: Jan 10th, 2024


– કોર્પોરેશનની વેબસાઈટ પર યાદી ત્રણ દિવસ મૂકવામાં આવશે

– યાદી મુજબ ઉમેદવારોએ તેઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરાવી લેવાના રહેશે 

વડોદરા,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા 11 મહિનાના કરાર આધારિત હંગામી ધોરણે 554 વર્કરની ભરતી કરવા માટે ઓનલાઇન અરજીઓ મગાવી હતી. જેમાંથી 427 અરજી રિજેક્ટ કરવામાં આવ્યા બાદ પ્રાથમિક ચકાસણી અને મૂલ્યાંકન પછી જે ઉમેદવારોની અરજીઓ રાખવા યોગ્ય છે, તેઓના નામની પ્રોવિઝનલ યાદી આજે બપોરથી કોર્પોરેશનની વેબસાઈટ પર ત્રણ દિવસ માટે મૂકવામાં આવી છે. આ યાદીમાં જે ઉમેદવારોના નામ હોય તેઓને વેબસાઈટ પર દર્શાવેલા દિવસોમાં નક્કી કરેલા સમયે તેઓના તમામ ઓરીજનલ ડોક્યુમેન્ટ્સ વેરીફાઈ કરાવી લેવા સૂચના આપવામાં આવી છે.

આ અગાઉ જે અરજીઓ શૈક્ષણિક લાયકાત અથવા અધૂરી વિગતો ના કારણે રિજેક્ટ કરાઈ છે, તેમાં પબ્લિક હેલ્થ વર્કરની 151 અને ફિલ્ડ વર્કરની 276 અરજી નો સમાવેશ થાય છે. કોર્પોરેશનને 554 જગ્યા માટે ઓનલાઇન 9922 અરજીઓ મળી હતી. જે 554 જગ્યા ભરવાની છે તેમાં 106 પબ્લિક હેલ્થ વર્કર માટે 4,474 અને 448 પુરુષ ફિલ્ડ વર્કર માટે 5448 અરજીઓ મળી હતી. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી ફાઇનલ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવશે. જે ઉમેદવારો સિલેક્ટ થશે તેઓની કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટરો ખાતે જરૂરિયાત મુજબ ફાળવણી કરાશે. આ હેલ્થવર્કરો વાહકજન્ય અને પાણીજન્ય રોગ નિયંત્રણની કામગીરી માટે ઘરે ઘરે જઈને દવાનો છંટકાવ, ફોગિંગ કરવું, સર્વે કરવો, સેમ્પલો લેવા, ફીવરનો સર્વે કરવો વગેરેની કામગીરી કરશે. 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW