02/03/2024

ખાંભા રૂટની બસ અનિયમિત, રસ્તા રોકો આંદોલનની ચિમકી

0

Updated: Dec 31st, 2023

– જીવના જોખમે ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂરી

– વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર ગંભીર અસર, કાયમી પ્રશ્નથી કંટાળી મામલતદારને આવેદન આપ્યું

રાજુલા : અમરેલી જિલ્લાના ખાંભામાં એસ.ટી. બસની અનિયમિતતાથી વિદ્યાર્થીઓ ત્રાસી ગયા છે. બસના કારણે તેમના અભ્યાસ ઉપર પણ ગંભીર અસર પડી રહી હોય, જેનાથી કંટાળી વિદ્યાર્થીઓએ રસ્તા રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

ખાંભા તાલુકાના ગામડાના વિદ્યાર્થીઓ ખાંભાની જે.એન. મહેતા હાઈસ્કૂલમાં અભ્યાસ કરે છે. સ્કૂલે અભ્યાસ માટે આવવા ગામડાના વિદ્યાર્થી એસ.ટી. બસ ઉપર નિર્ભર રહે છે. પરંતુ એસ.ટી. તંત્રની ઘોરબેદરકારીના કારણે ખાંભા રૂટની બસ અનિયમિત દોડી રહી છે. આ ઉપરાંત ધારી-લાસા, સાવરકુંડલા-જાફરાબાદ રૂટની બસ અનિયમિત છે, રાજુલા-સાવરકુંડલા રૂટની બસ બંધ છે. ત્યારે આ તમામ બસોને શરૂ કરવા અને નિયમિત કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓએ ખાંભા મામલતદારને આવદેનપત્ર પાઠવાની ફરજ પડી છે. પત્રમાં એવો બળાપો ઠાલવ્યો હતો કે, આવવા-જવા માટે ખાંભા રૂટની બસ ખૂબ જ ઓછી છે, કોઈ રૂટ ગમે ત્યારે બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે મોટાભાગે અભ્યાસ અધૂરો છોડીને બસ પકડવાની વિદ્યાર્થીઓને ફરજ પડે છે. ઘણી વખત તો બસ ન આવે તો બે-ત્રણ કલાક બસની વાટે બેસી રહેવું પડે છે. આમ, બસની અનિયમિતતાથી અભ્યાસ ઉપર ગંભીર અસર પડી રહી હોય, વિદ્યાર્થીઓને જીવના જોખમે નાછૂટકે ખાનગી વાહનોમાં ઉંચા ભાડા ખર્ચે સફર કરવી પડી રહી છે. ખાનગી વાહનોમાં કોઈ અકસ્માત સર્જાઈ કે જાનહાની થાય તો જવાબદારી કોની ? તેવા સવાલ સાથે બંધ કરાયેલી બસોને શરૂ કરવા તેમજ અનિયમિત બસને નિયમિત કરવાની માંગણી ઉચ્ચારવામાં આવી છે. જો આ માંગ ટૂંક સમયમાં પૂરી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન છેડવા ચિમકી ઉચ્ચારાઈ છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW