29/02/2024

વડોદરામાં ડભોઇ-વાઘોડિયા રીંગરોડ પર ચાલતા જુગાર ધામ પર દરોડો, રૂ.1.17 લાખનો મુદ્દામાલ કબજે

0

Updated: Dec 29th, 2023


– જુગારધામના સંચાલક અને બે સિનિયર સિટીઝન સહિત સહિત પાંચ ઝડપાયા

વડોદરા,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર

વડોદરાના ડભોઇ વાઘોડિયા રિંગ રોડ ઉપર પર્ણકુટીર સોસાયટીમાં ચાલતા જુગારધામ પર પીસીબી પોલીસે દરોડો પાડીને જુગારધામના સંચાલક સહિત પાંચને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડા 31,910, ચાર મોબાઈલ, બે મોપેડ સહિત 1.17 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે. 

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે ડભોઇ વાઘોડિયા રિંગ રોડ નારાયણ સ્કૂલ પાસે આવેલ સોસાયટીમાં ઓમ શાંતિ નિકેતનમાં રહેતા ધર્મેશ કરસનભાઈ પરમાર બહારથી જુગારીઓને બોલાવી જુગાર ધામ ચલાવી રહ્યા છે. જેથી,પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ પોલીસ સ્ટાફે પંચોને સાથે રાખીને ઉપરોક્ત સ્થળો રેડ કરતા મકાનનો દરવાજો અડધો ખુલ્લો હતો. પોલીસે મકાનમાં જઈ ઉપરના માળે બેઠક રૂમમાં તપાસ કરતા જુગારીઓ પત્તા જમીન પર ફેંકી ભાગવાની કોશિશ કરતા હતા. પોલીસે તેઓને કોર્ડન કરીને પકડી લીધા હતા. જેમાં (1) ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મેશ કરસનભાઈ પરમાર ઉંમર વર્ષ-51 (2) ડાયાભાઈ મણીભાઈ પરમાર ઉંમર વર્ષ-70 (રહે. કમલ રજ સોસાયટી સુપર બેકરીની સામે આજવા રોડ) (3) અમૃત કરસનભાઈ પરમાર ઉંમર વર્ષ-50 (રહે.બકરાવાડી મદનઝાપા રોડ) (4) નગીનભાઈ બેચરભાઈ સોલંકી ઉંમર વર્ષ-62 (રહે.બકરાવાડી નાડિયા વાસ) (5) અનિલ શાંતારામ સેડગે ઉંમર વર્ષ-59 (રહે. ગોયા ગેટ સોસાયટી પ્રતાપ નગર) નો સમાવેશ થાય છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW