02/03/2024

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં નાગરવાડાના યુવક પર લોખંડની ચેઇનથી હુમલાથી ભાગદોડ

0

Updated: Dec 29th, 2023

વડોદરા,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર

ફતેપુરા વિસ્તારમાં ફાટિયા પેટ્રોલ પંપ પાસે સામાન્ય અકસ્માતના નંબર વગરના નાગરવાડાના યુવકના માથા પર લોખંડની ચેઇને વડે હુમલો કર્યો હતો. જેમાં યુવકને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયો હતો. રોડ પર થયેલા બબાલના પગલે ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા વારસીયા તથા કારેલીબાગ પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી.

શહેરના ફતેપુરા ફાટિયા પેટ્રોલ પર પાસેથી નાગરવાડા વિસ્તારમાં રહેતો ભાવેશના યુવકે બાઇક લઇને નીકળતો હતો. તે દરમિયાન એક નંબર પ્લેટ વગરનું ટુ વ્હીલર લઇને આવ્યો હતો અને ભાવેશ સાથે અકસ્માત કર્યા બાદ દાદાગીરી કરવા લાગ્યો હતો. તેણે યુવક સાથે ગાળગાળી કર્યા બાદ ભાવેશ નામના યુવકના માથા પર ચેઇનથી હિંસક હુમલો કર્યો હતો. જેમાં યુવકને માથામાં ગંભીર ઇજાઓ પહોચતા લોહી લુહાણ થઇ ગયો હતો. જેમાં યુુવક હુમલો કર્યા બાદ સ્થળ પરથી ફરાર થઇ ગયો હતો. રોડ પર અકસ્માતના પગલે થયેલી બબાલમાં ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ઘટનાના જાણ થતા વારસીયા તથા કારેલીબાગ પોલીસના માણસો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત યુવક ભાવેશને સારવાર માટે ખસેડાયો હતો. વારસીયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW