02/03/2024

પાદરાના સાધી ગામે ખેતરમાં દારૂની મહેફીલ માણતા 14 ઝડપાયા

0

Updated: Dec 29th, 2023

image : Freepik

– પાદરાના સાધી ગામે ખેતરમાં રાત્રે દારૂની મહેફિલ માણતા 14 નશેબાજોને પોલીસે ઝડપી પાડી 1.66 લાખનો મુદ્દા માલ કબજે કર્યો છે

વડોદરા,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર

વડોદરાના પાદરામાં પોલીસની માહિતી મળી હતી કે સાધી ગામ થી સાદર ગામ તરફ જવાના રસ્તા પર જવાહર નવોદય વિદ્યાલય પાસે સુરેશભાઈ પ્રભુભાઈ માળીના ખેતરમાં કેટલાક લોકો વિદેશી દારૂની મહેફીલ માણી રહ્યા છે. જેથી પોલીસે પંચોને સાથે રાખી ઉપરોક્ત સ્થળે રેડ કરી હતી પોલીસે ખેતરને ચારે બાજુથી કોર્ડન કરી લઈ 14 નશેબાજોને ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની બોટલો તથા બિયર અને ઠંડા પાણીની બોટલ કબજે કર્યા હતા. વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ચાર બોટલ તથા બીયરની બે બોટલ પ્લાસ્ટિકના ગ્લાસ 8 મોબાઈલ અને પાંચ ટુ વ્હીલર મળીને કુલ 1.66 લાખનો મુદ્દામાને કબજે કર્યો છે. પકડાયેલા આરોપીઓ આ મુજબ છે. (1) કિસન જગદીશભાઈ માળી (2) પંકજકુમાર રમણભાઈ પ્રજાપતિ (3) વિનોદ ચંદુભાઈ ચૌહાણ (તમામ રહેવાસી અંકોડિયા ગામ તાલુકો વડોદરા) (4) કાર્તિક સંતોકભાઈ માળી (રહે સાધી ગામ) (5) મહેશ કનુભાઈ માળી (રહે વારસિયા રીંગરોડ) (6) મુકેશ વજેસિંહ પઢિયાર (રહે વડુ ગામ તાલુકો પાદરા) (૭) ચંદ્રેશ રમણભાઈ રાવળ (રહે નરેન્દ્ર નગર સોસાયટી હરણી વારસિયા રીંગરોડ) (8) રયજી સોમાભાઈ વસાવા (રહેવાસી અંકોડીયા ગામ) (9) અજીત જગદીશભાઈ પઢીયાર (રહે પાદરા ટાઉન) (10) અજય કનુભાઈ માળી (રહેવાસી પાદરા ટાઉન) (11) શૈલેષ ચંદુભાઈ ચૌહાણ  (12) અંકિત કુમાર રમેશભાઈ પઢીયાર (13) અરવિંદ ચંદુભાઈ ચૌહાણ (બંને રહેવાસી અંકોડિયા ગામ) (14) મુકેશ રમણભાઈ માળી (રહે.સાધી ગામ).

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW