02/03/2024

દંપતી પર હુમલો કરનાર ત્રણ આરોપીઓને છ મહિનાની કેદ

0

Updated: Dec 29th, 2023


– વડોદરા શહેર નજીકના સમસપુરા ગામે 4:30 વર્ષ પહેલાં થયેલી મારામારીના કેસમાં ત્રણ આરોપીઓને અદાલતે છ મહિનાની કેદ કરી છે

વડોદરા,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર

વડોદરા શહેર નજીકના સમસપુરા ગામે રહેતા સવિતાબેન બાલુભાઈ તડવીના બકરીના બચ્ચા નજીકમાં રહેતા સુકાભાઈ રેલજીભાઈ તડવીના ઘરે જતા રહ્યા હતા. જેથી સવિતાબેન બકરીના બચ્ચા લેવા ગયા હતા ત્યારે સુકાભાઈએ તેમને ગાળો બોલી ઝઘડો કર્યો હતો. સુકાભાઈએ લોખંડની વાંસ વડે હુમલો કરી બાલુભાઇને માથામાં તથા સવિતાબેનને હાથ પર ઈજા પહોંચાડી હતી તેમજ અન્ય આરોપીઓ પ્રમોદભાઈ સુકાભાઇ તડવી તથા નવનીત ભાઈ સુકાભાઈ તડવીએ લાકડી વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી.

જે અંગે વરણામા પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી 2019 માં ફરિયાદ નોંધાઈ હતી. જે કેસ કોર્ટમાં ચાલી જતા મેજિસ્ટ્રેટ એન.જે.કોઠારીએ ત્રણેય આરોપીઓને કસૂરવાર ઠરાવીને છ મહિનાની કેદ કરી છે તેમજ ઈજા પામનારને વળતર પેટે 5000 આરોપીઓ ચૂકવી આપે તેવો હુકમ કર્યો છે. સરકાર તરફે વકીલ એમ.કે.મેવાડાએ રજૂઆતો કરી હતી.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW