જામનગર શહેરનો સેવા સેતુ કાર્યક્રમ આગામી તા.6 જાન્યુઆરીના યોજાશે

0

Updated: Dec 29th, 2023

 જામનગર,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર

જામનગર શહેરનો સેવા સેતુ કાર્યક્રમ જામનગર મહાનગરપાલિકા દવારા (વોર્ડ નં. 1 થી 8), આગામી તા.06/01/2024, શનિવાર ના રોજ યોજવામાં આવ્યો  છે. જેમાં સવારના 9 થી સાંજના 5 કલાક સુધી એમ.પી. શાહ મ્યુનિ. ટાઉનહોલ, જામનગરમાં આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.

આ કાર્યક્રમમાં જામનગર મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો જેવા કે, જન્મ મરણના દાખલાઓ, લગ્ન નોંધણીના પ્રમાણપત્રો, પ્રોપર્ટી ટેક્સના પ્રશ્નો, કારખાના લાયસન્સ, હેલ્થ ચેકઅપ, વોટર વર્કસ અંગેના મુદા ઓ વ્યક્તિગત રીતે જે કોઈ અરજદારના હોય તે લેવાના છે. તે જ રીતે સરકારની સેવાઓ જેવી કે, આવકનો દાખલો, વૃધ્ધ પેન્શન, વિધવા પેન્શન, રાશનકાર્ડ, ક્રીમીલેયર સર્ટીફિકેટ, જાતિનો દાખલો, પી.જી.વી.સી.એલ. (જી.ઈ.બી.) લગતના મુદાઓ, સમાજ કલ્યાણ અને પછાત વર્ગ વિભાગ હસ્તકના દાખલાઓ અને સર્ટીફિકેટ આ ઉપરાંત લેન્ડ રેકર્ડ વિભાગને લગતા મુદાઓ, આધાર કાર્ડની કામગીરી જેવી કે આધારકાર્ડ સંલગ્ન મોબાઈલ નંબર પરિવર્તન, આઈસીડીએસ બાળકોના આધારકાર્ડ, 0 થી 5 વર્ષના બાળકોના આધાર કાર્ડ, રેવન્યુ રેકર્ડ માટે વારસાઈ અરજી, ઘરેલુ નવા વિજ જોડાણ માટેની અરજીઓ, મંડીકલ કેમ્પ, બેંક લોન અંગે માર્ગદર્શન તથા ભીમ એપ, કેસલેશ લીટરેસી વિગેરે કાર્યવાહી આ દિવસે હાથ ધરવામાં આવનાર છે.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW