ગોધરા કાંડ કેસના સાક્ષી, વકીલ અને જજ સહિતનું સુરક્ષાકવચ હટાવાયું

0

સુપ્રિમ કોર્ટના વિટનેસ પ્રોટેક્શન સેલની સુચના

કુલ ૯૫ વ્યક્તિઓને સીઆઇએસએફ અને અમદાવાદ પોલીસે દ્વારા સુરક્ષા અપાઇ હતી

Updated: Dec 29th, 2023

અમદાવાદ,
શુક્રવાર

ગોધરાકાંડના વિવિધ કેસ 
સાથે જોડાયેલા સાક્ષી
વકીલો અને જજ સહિતના કુલ ૯૫ વ્યક્તિઓને સુરક્ષા પુરી પાડવામાં
આવતી હતી.  ે સુપ્રિમ કોર્ટની વિટનેસ પ્રોટેક્શન
સેલ દ્વારા આ સુરક્ષા હટાવીને લેવાની સુચના મળતા ગુૃજરાત સરકારે  દ્વારા 
સુરક્ષા કવચ હટાવાયું હતું.  આ સુરક્ષા  અમદાવાદ પોલીસ અને સીઆઇએસએફ દ્વારા પુરી પાડવામાં
આવતી હતી.આ કેસના લગતી તમામ બાબતો અંગે સમીક્ષા કરીને  આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગોધરા કાંડ સાથે જોડાયેલા સાક્ષી, વકીલો અને નિવૃત જજ
મળીને કુલ ૯૫ વ્યક્તિઓને ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ પોલીસ અને સીઆઇએસએફના સ્ટાફની
મદદથી સુરક્ષા પુરી પાડવામાં આવતી હતી.  જો
કે આ સુરક્ષા કવચ હવે ગુજરાત સરકાર દ્વારા હટાવી લેવામાં આવ્યું છે. આ અંગે અમદાવાદ
પોલીસ હેડક્વાટર્સના એસીપી એફ એ શેખે જણાવ્યું હતું કે સુપ્રિમ કોર્ટની વિટનેશ પ્રોટેક્શન
સેલની સુચનાથી  ૯૫ વ્યક્તિઓની સુરક્ષા હટાવી
લેવામાં આવી છે.  આ તમામ વ્યક્તિઓ નરોડા ગામ
, નરોડા પાટિયા અને
ગુલમર્ગ સોસાયટીના કેસ સાથે જોડાયેલા હતા. ગુલમર્ગ સોસાયટીના પિડીતો વતી કેસ લડતા  વકીલ એસ એમ વોરાને સીઆઇએસએફના જવાનો દ્વારા સુરક્ષા
પુરી પાડવામાં આવતી હતી.  ઉપરાંત
, આ કેસમાં મહત્વનો
ચુકાદો આપનાર પૂર્વ પ્રિન્સીપાલ સીટી સેશન્સ જજ જ્યોત્સનાબેન યાજ્ઞિાક
,નરોડા પાટીયા કેસના
સાક્ષી  ફરીદા શેખની સુરક્ષા પણ હટાવવામાં આવી
છે. સ્પેશીયલ સેલના ડીવાયએસપી બી સી સોલંકીએ અમદાવાદ પોલીસને સુરક્ષા હટાવવા અંગેના
હુકમની જાણ કરી હતી.

Loading

Print Friendly, PDF & Email

ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW