29/02/2024

ગાંધીનગરમાં ક્લાસ 2 અધિકારીનું હાર્ટ એટેકથી મોત, GWSSBમાં હાલમાં જ રૅન્ક 1 મેળવ્યો હતો

0

Updated: Dec 29th, 2023

હાલમાં જ ક્લાસ 2 અધિકારીની પરીક્ષા પાસ કરીને અધિકારી બનનારા 29 વર્ષીય જયંત સોની નામના આશાસ્પદ યુવકનું હાર્ટ એટેકથી નિધન થયું છે. અધિકારી બન્યા બાદ ગાંધીનગરમાં તેમની ટ્રેનિંગ ચાલી રહી હતી. હોસ્ટેલમાં તેમને દુઃખાવો થતા તેઓ ચેક-અપ માટે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન સિવિલ હોસ્પિટલમાં જ તેમનું મોત થયું હતું. પ્રાથમિક તારણ અનુસાર, તેમનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હોવાનું જણાવાઈ રહ્યું છે. હાલ પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહને અજમેર લઈ જવાશે.

મહત્વનું છે કે, હાલમાં જ તેમણે GWSSB (પાણી પુરવઠા) ક્લાસ 2ની પરીક્ષા પાસ કરી હતી, જેમાં તેમને રેન્ક 1 આવ્યો હતો. તેઓ મૂળ રાજસ્થાનના અજમેરના રહેવાસી હતા અને ગાંધીનગરમાં અભ્યાસ કર્યો હતો.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW