02/03/2024

ઇન્સ્ટાગ્રામના પેઇજ લાઇક કરવાના ટાસ્કમાં ગોલ્ફ કોચે ૩૩ લાખ ગુમાવ્યા

0

ટેલિગ્રામ એપ્લીકેશનથી પાર્ટ ટાઇમ જોબની ઓફરના નામે છેતરપિંડી

વિશ્વાસ કેળવવા ટાસ્કની સામે ખાતામાં નાણાં જમા કરાવ્યા બાદ કુલ૩૩.૪૦ લાખની રકમ લઇ લીધીઃ બોપલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

Updated: Dec 29th, 2023

અમદાવાદ,
શુક્રવાર

શહેરના સાઉથ બોપલમાં આવેલા સફલ પરિસરમાં રહેતા ગોલ્ફ કોચને ટેલિગ્રામની
લીંક દ્વારા ઇન્સ્ટાગ્રામની પોસ્ટ લાઇક અને શેર કરવાના ટાસ્કની સામે નાણાં કમાવવાની
ઓફર આપીને કેટલાંક ટાસ્ક  રમવાની ઓફર આપીને
કોઇ ગઠિયાએ છેતરપિંડી કરીને રૂપિયા ૩૩.૪૦ લાખની છેતરપિંડી કરી હતી
. જે અંગે બોપલ પોલીસે
ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
શહેરના સાઉથ બોપલમાં આવેલા સફલ પરિસર-૨માં રહેતા રોહન મહનાસ
ગોલ્ફ કોચ તરીકે કામ કરે છે અને એક જાણીતી ક્લબમાં નોકરી કરે છે. બે મહિના પહેલા  તેમને અજાણ્યા મોબાઇલ નંબર પરથી ઓનલાઇન પાર્ટ ટાઇમની
ઓફર કરવામાં આવી હતી. જેમાં તેમણે કોલ કરતા ઇસ્ટાગ્રામના ટાસ્કને લાઇક અને શેર કરવાથી
તેમને નાણાં મળશે. જે માટે પ્રથમ ટાસ્ક આપીને તેમના એકાઉન્ટમાં નાણાં આપ્યા હતા. તે
પછી સાત હજાર રૂપિયા લઇને બીજુ ટાસ્ક આપીને તેની સામે ૯૨૦૦ રૂપિયા પરત કર્યા હતા.  જેથી રોહનભાઇને વિશ્વાસ આવ્યો હતો અને તેમણે  એડવાન્સ ટાસ્કમાં એક લાખ
, ૨.૬૦ લાખ ,૫.૬૦ લાખ,૮.૮૦ લાખના અલગ પેકેજ
આપીને નાણાં લીધા હતા. જેની સામે થોડી રકમ પરત આપવામાં આવી હતી. તે પછી નાણાં બ્લોક
થઇ ગયા છે અને તે પરત લેવા માટે બીજા ટાક્સ 
લેવા પડશે. તેમ કહીને ૧૫ લાખનુ ંટાસ્ક આપ્યું હતું.  જો કે તે પછી તેમને કહેવામાં આવ્યું હતું કે તમારો
ક્રેડીટ  સ્કોર ૭૦ ટકા થઇ ગયો છે.  જે રીપેર કરવા માટે બીજા ૧૮ લાખ રૂપિયા  જમા કરાવવા પડશે. જેથી રોહનભાઇને છેતરપિંડી થયાનો
ખ્યાલ આવતા તેમણે આ અંગે સાયબરક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

 

 

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW