29/02/2024

‘આજે જવા દીધો છે, ફરી નહીં જવા દઈએ.. રિક્ષા હટાવવાના મુદ્દે ઝઘડો થતાં લાકડા વડે યુવક પર હુમલો

0

Updated: Dec 29th, 2023

image : Freepik

– સાવલી નારાયણ બાગ તલાવડી પાસેના બનાવમાં ત્રણ સામે ફરિયાદ

વડોદરા,તા.29 ડિસેમ્બર 2023,શુક્રવાર

સાવલી નારાયણ બાગ તલાવડી પાસે રિક્ષા હટાવવાના મુદ્દે ઝઘડો થતાં યુવાન પર લાકડા વડે હુમલો થયાના બનાવમાં ત્રણ વ્યક્તિ સામે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી નારાયણ બાગ તલાવડી પાસે રહેતા 30 વર્ષના શ્રમજીવી રણછોડ દેવીપુજક વાઘરીએ સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત સવારે 10 વાગ્યે આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના ઓડ ગામના સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા રાજેશ દેવીપુજક પોતાની રિક્ષા લઈને સાવલી આવ્યા હતા. તેમણે રિક્ષા રણછોડના ઘર આંગણામાં પાર્ક કરી હતી. તેથી રણછોડ એ રિક્ષા હટાવી દેવાનું કહ્યું હતું. આ બાબતે ઝઘડો થતાં રાજેશે નજીકમાં પડેલું લાકડું રણછોડ ને ફટકારી દીધું હતું. દરમિયાન ભરત અશોક દેવીપુજક અને અશોક દેવીપુજક પણ ત્યાં દોડી આવ્યા હતા અને તેમણે પણ ઝઘડો કરી આજે તને જવા દીધો છે ફરીથી અમારું નામ લઈશ તો પતાવી દઈશું એવી ધમકી આપી માર મારી નાસી જતા ત્રણેય સામે ફરિયાદ નોંધાવાઈ છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW