29/02/2024

વડોદરામાં પીએમ સ્વનિધિ યોજના હેઠળ 10 હજાર શહેરી ફેરીયાઓને લોન આપવાનો ટાર્ગેટ પૂર્ણ

0

Updated: Dec 27th, 2023


– હાલ યુસીડી ઓફિસ ખાતે બાકી રહેલા ફેરીયાઓ લોન લેવા ઉમટી રહ્યા છે 

વડોદરા,તા.27 ડિસેમ્બર 2023,બુધવાર

શહેરી ફેરિયાઓ આર્થિક રીતે પગભર બને તે હેતુથી કેન્દ્ર સરકાર દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત વડોદરા કોર્પોરેશનની હદ વિસ્તારમાં ફેરી કરતા શહેરી ફેરિયાઓને રૂ.10 હજારની લોન 7% વ્યાજુકી સહાય સાથે ઉપલબ્ધ કરાવવા અમલમાં મુકાઈ છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને 10,000 નો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ ટાર્ગેટ કોર્પોરેશનને ગુજરાતની છ એય મહાનગરપાલિકામાં સૌપ્રથમ સિદ્ધ કરી બતાવ્યો છે.

તાજેતરમાં મુખ્યપ્રધાન વડોદરા આવ્યા ત્યારે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓના સ્નેહમિલન કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે વડોદરા કોર્પોરેશને ટાર્ગેટ સિદ્ધ કર્યો તે બદલ પ્રશંસા પણ કરી હતી, તેમ યુસીડી વિભાગના વડા અધિકારીએ જણાવ્યું હતું. ગુજરાતમાં સાડા પાંચ લાખ થી વધારે શહેરી ફરિયાઓને પીએમ સ્વનિધિ યોજના હેઠળ આવરી લઈને 700 કરોડથી વધારે રકમની લોન સહાય આપવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનની યુસીડી ઓફિસ ખાતે પીએમ સ્વનિધિ યોજના હેઠળ લોન લેવા માટે સવારથી જ લોકોની લાઈનો લાગે છે. જે નોંધાયેલા શહેરી ફરિયાઓ છે, તેઓને તો લોન મળી ચૂકી છે, એ સિવાય જે નોંધાયા ન હોય અને છૂટક ધંધો કરતા હોય, પરંતુ કોર્પોરેશનમાં વહીવટી ચાર્જ ભરતા હોય તો તેઓ પણ આ લોનનો લાભ લેવા માટે હાલ આવી રહ્યા છે.  જો કે રોજના 50 લોકોને લોનના કાગળો સહિતની પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવે છે. લોન જે તે ફેરીયાના સીધા બેંક ખાતામાં જમા થાય છે. લોનનો લાભ લેવા માટે, વહીવટી ચાર્જની પાવતી, બેંક પાસબુક, આધારકાર્ડ અને લિંક કરેલ મોબાઇલ નંબર વિગેરે રજૂ કરવાનું કહેવામાં આવે છે. 10 હજારની લોન નિયમિત ભરપાઈ કર્યેથી રૂ.20 હજાર સુધીની લોન તેમજ આ લોન ભરપાઈ થતાં રૂ.50 હજારની લોન બેંકના સહયોગથી આપવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

Loading

Print Friendly, PDF & Email
ACNG TV

ગુજરાતમાં વધી રહેલા અપરાધો અને અત્યાચારોની સાચી માહિતી ઘર ઘર સુધી પહોંચાડવા સમાજમાં સાચા ખોટની ઓળખ કરવા { ACNG TV } ANTI CRIME NEWS GUJARAT ONLINE (એન્ટી ક્રાઈમ ન્યુઝ ગુજરાત) ઓનલાઈન સાથે જોડાવ, ગુજરાતની તમામ પ્રકારની ખબરોને તમારા મોબાઈલમાં જોવા માટે ચેનલને સબક્રાઇબ કરો શેર કરો અને લાઈક કરો

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Whatsapp Us
ACNG TV

FREE
VIEW